સિદ્ધુ મૂસેવાલાને યાદ કરી રાખી સાવંત ઇમોશનલ થઈ ગઈ તેમજ હત્યારાને કડક સજા આપવા અપીલ કરી..

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુથી લોકો હચમચી ગયા છે. જે રીતે 28 વર્ષના પ્રતિભાશાળી ગાયકને ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી તેનાથી માત્ર ગાયકના પરિવારને જ નહીં પરંતુ તમામ ચાહકો અને સેલેબ્સને પણ ઝાટકો લાગ્યો છે. ગોળી વાગ્યા બાદ સિદ્ધુ મૂસેવાલાએ 29મી મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.અને હવે રાખી સાવંતે ગાયકના નિધન પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે હત્યાની ઘટનાને યાદ કરીને રાખી સાવંતની આંખો પણ ભીની થઈ ગઈ. રાખીએ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનારાઓને બરાબર આડે હાથ લીધા છે. રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાપારાઝી સાથે વાત કરતી વખતે સિદ્ધુ મૂસેવાલાના નિધન પર પોતાનું દુઃખ વ્યક્ત કરતી જોવા મળી રહી છે અને રાખીએ સરકારને સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓને પણ સજા આપવાની અપીલ કરી છે.

રાખી કહેતી જોવા મળે છે – જેમણે પણ આ કર્યું છે તેમણે ઘણું ખોટું કર્યું છે. તમે એક પુત્રને માતા પાસેથી છીનવી લીધો અને દેશને એક સારા ગાયકથી દૂર કરી દીધો. પોતાના સ્ટારને ચાહકોથી દૂર કર્યા. તમને શું મળ્યું તમને શું શાંતિ મળી?

રાખીએ આગળ કહ્યું – તે માત્ર 28 વર્ષનો બાળક હતો. 28 વર્ષની ઉંમરે સ્ટાર બની ગયો હતો. તેના દરેક ગીતને લાખો વ્યુઝ મળતા હતા અરે તેની સાથે આવું કરીને તેમને શું મળ્યું? હું ઈચ્છું છું કે તેમને ન્યાય મળે અને સરકાર કડક પગલાં લે.અને તેના હત્યારાઓને પકડવા જોઈએ.

સિદ્ધુ મૂસેવાલાના આજે 31 મેના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગાયકના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ મુસામાં બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. મૂસેવાલાના ફેન્સ આજે તેમને અંતિમ વિદાય આપશે અને આ ક્ષણ ગાયકના પરિવાર અને તેના તમામ ચાહકો માટે ખૂબ જ મુશ્કેલભરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.