ચીનની લેબમાં કોરોનાને વિકસિત કરવાના તમામ દાવા પર યુનાઈટેડ નેશન્સની ટીમ પણ કોઈ પરિણામ નથી આપી શકી. આ દરમિયાન વીકેન્ડ ઓસ્ટ્રેલિયને પોતાના એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરી દુનિયાભરને હચમચાવી નાંખી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓની વચ્ચે કોરોનાને લઈને વર્ષ 2015માં જ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વાતના લેખિત પુરાવા છે.
ચીની સેનાના વૈજ્ઞાનિકો સાર્સ કોરોના વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી રહ્યા હતા. તેમના જણાવ્યાનુંસાર આ નવા યુગનું જૈવિક હથિયાર હશે. જેને કૃત્રિમ રીતે નવા રુપમાં માણસોમાં ઉભરનારા જીવલેણ વાયરસમાં ફેરવી શકાય છે.
ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલીસી ઈન્સ્ટીટ્યૂટ(ASPI)ના કાર્યકારી ડિરેક્ટર પીટર જેનિંગ્સે જણાવ્યુ છે કે આ રિપોર્ટ એ દાવાના મામલામાં એક મોટી લિંક હોઈ શકે છે. જેને લઈને લાંબા સમયથી આશંકાઓ વ્યક્ત કરાયી રહી છે. એ સ્પષ્ટ રીતે નક્કી થાય છે કે ચીની વૈજ્ઞાનિકો કોરોનાના અલગ અલગ સ્ટ્રેનને સૈન્ય હથિયારો તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે આ મિલિસ્ટ્રી વાયરસ ભૂલથી બહાર આવી ગયો.
અનનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીસ ઓફ મેનમેડ વાયરસ નામની જિનેટિક બાયોવેપન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારોના માધ્યમથી લડવામાં આવશે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટના જણાવ્યાનુસાર ચીની દસ્તાવેજો નકલી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.