2021ની IPLમા સૌથી વધુ વિકેટ લેનાર આ ખેલાડી પર આટલા કરોડની લાગી બોલી જાણો

બ્રેક બાદ ફરી IPL ઓક્શન શરૂ થઈ ગયું છે, જેમાં પહેલું નામ મનિષ પાંડેનું આવ્યું હતું, જેના પર ઘણી ટીમોએ બોલી લગાવી હતી. પણ લખનૌ સુપર જાયન્ટ્સે સૌથી વધુ 4.60 કરોડની બોલી લગાવીને મનિષ પાંડેને પોતાની ટીમમાં શામેલ કરી લીધો હતો. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ખેલાડી શિમરોન હેટમાયર પર પૈસાનો વરસાદ થયો હતો, તેને રાજસ્થાન રોયલ્સે 8.50 કરોડમાં પોતાની ટીમમાં શામેલ કરી લીધો હતો. રોબિન ઉથપ્પાને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડની બેઝપ્રાઇઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.અને જેસ રોયને ગુજરાત ટાઇટન્સે 2 કરોડની બેઝ પ્રાઇઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ડેવિડ મિલરમાં કોઈ ટીમે રસ દાખવ્યો નહોતો અને તે અનસોલ્ડ રહ્યો હતો. દેવદત્ત પડ્ડિકલ પર અનેક ટીમોએ બોલી લગાવી હતી, આખરે 7.75 કરોડની બોલી લગાવીને રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં લીધો હતો.

ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ડ્વેયન બ્રાવોને 4.40 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો. ત્યાર બાદ નીતિશ રાણા પર પૈસાનો વરસાદ થયો હતો અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે 8 કરોડમાં પોતાની ટીમમાં લીધો હતો. જેસન હોલ્ડર પર ચેન્નાઈ, મુંબઈ અને રાજસ્થાનની ટીમે સારી બોલી લગાવી હતી, પણ લખનૌ સુપર જાયન્ટ્સ છેલ્લે બાજી મારી ગયું હતું અને તેને 8.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો અને બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર કોઈ ટીમે બોલી નહોતી લગાવી. હર્ષલ પટેલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સારી બોલી લગાવી હતી, પરંતુ છેલ્લે બેંગ્લોરની ટીમે 10.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં હર્ષલને લઈ લીધી હતો.

IPL ઓક્શનમાં કાગિસો રબાડા માલામાલ થઇ ગયો હતો. તેને પંજાબ કિંગ્સે 9.25 કરોડની બોલી લગાવી પોતાની ટીમમાં લીધો હતો. ત્યાર બાદ ટ્રેન્ટ બોલ્ટનું નામ આવ્યું હતું તેને રાજસ્થાન રોયલ્સે 8 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો. ત્યાર બાદ જેના પર સૌથી વધુ ચર્ચા થતી હતી અને તે શ્રેયસ ઐયરની બોલી લાગી હતી. તેના પર દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઇટ રાઇડર્સે ખૂબ બોલી લગાવી હતી અને આખરે કોલકાતા નાઇટ રાઇડર્સે જ 12.25 કરોડની બોલી લગાવીને શ્રેયસ ઐયરને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. ક્વિન્ટન ડી કોકને લખનૌની ટીમે 6.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.