ભારતીયોને રેસ્ક્યૂ કરવા કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયા સાથે મળી કર્યું રેસ્ક્યુ ઓપરેશન

યૂક્રેન અને રશિયામાં હુમલાની આશંકાની વચ્ચે દુનિયામાં ડરનો માહોલ છે. રશિયાએ યૂક્રેનની સીમા પર પોતાના સૈનિકો અને હથિયારોનો જમાવડો છે. રશિયા ક્યારેય પણ યૂક્રેન પર હુમલો કરી શકે છે.અને એવામાં યૂક્રેનમાં રહેતા ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાની સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મંગળવારે એરઈન્ડિયાની ફ્લાઈટ સંખ્યા AI 1947 યૂક્રેનના કીવ પહોંચી અને સુરક્ષિત ભારતીયોને લઈને ભારત આવી. આ સાથે તેના ખતરનાક એર સ્પેસમાં ઉડાન ભરવાના ખતરાને ટાળ્યો છે. યૂક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે યૂક્રેનને માટે હાલમાં કોઈ ફ્લાઈટ ચલાવવામાં આવી રહી નથી પરંતુ સંકટમાં ઘેરાયેલા ભારતીયોને માટે સરકારે નિર્ણય કર્યો છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્યાં જશે અને ભારતીય નાગરિકોને લઈને આવશે.

આ સમયે ફ્લાઈટ કાલે સાગરની ઉપર ઉડાન ભરતી સમયે યૂક્રેનના સ્પેસમાં દાખલ થઈ હતી.અને આ સમયે થોડી મિનિટ પહેલા કીવના એર કંટ્રોલ રૂમથી દિશા નિર્દેશ મળ્યા અને એરપોર્ટમાં ઉતરવા માટે તેને અન્ય રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ક્રૂને પૂછાયું કે શું તે આ ઘટાડાયેલી સ્પેસ પર લેન્ડિંગ કરી શકે છે તો તેઓએ સ્વીકૃતિ આપી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે એર ઈન્ડિયાના 787 ડ્રીમ લાઈનર વિમાન કીવમાં ઉતર્યા તો પાયલટને ખ્યાલ આવ્યો કે જે એર સ્પેસથી તેઓ પહેલા આવી રહ્યા હતા ત્યાં સૈન્ય ગતિવિધિ ચાલી રહી હતી. યાત્રી વિમાન માટે ખતરનાક હોઈ શકે છે.

એર ઈન્ડિયાનું વિમાન 5 પાયલટ, 18 ક્રૂ સભ્યો, 3 એન્જિનિયર અને 2 સુરક્ષાકર્મીઓની સાથે ત્યાં ગયું હતું.અને જેથી જલ્દીથી 242 ભારતીયોને વિમાનમાં ચઢાવીને તે પરત ફરી શકે. એવામાં વિમાન લેન્ડ થયાના 1 કલાક બાદ તેમને ભારત પરત આવવાનું હતું. તેના કારણે પાયલટ અને અન્ય સ્ટાફે ઝડપથી કામ શરૂ કર્યું.

કીવમાં એર ઈન્ડિયાનો કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ નથી. કંપનીએ એક એજન્સીને હાયર કરી છે જેથી તરત જ જલ્દી કામ થઈ શકે. ફ્લાઈટમાં કેપ્ટન કરણ મહેરા સીનિયર હતા. આ સિવાય ફ્લાઈટમાં કેપ્ટન રાજીવ ખુરાના, આર. કે શર્મા અને 2 ફર્સ્ટ ઓફિસર દિશા અને કાર્તિક હતા. આ લોકોને રેસ્ક્યૂ ઓપરેશન માટે ફ્લાઈટ અભિયાનનો અનુભવ થઈ રહ્યો છે. પહેલા 2009માં લીબિયા અને બેંગાજીમાં ફ્લાઈટ ચલાવી ચૂક્યા છે. અને આ ફ્લાઈટ કીવમાં લગભગ 1 કલાક 15 મિનિટ સુધી રોકાઈ. આ પછી અનેક ભારતીયોને લઈને ત્યાંથી રવાના થઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.