દેશભરમાં હિંસક વિરોધને જોતા સરકારે આ વર્ષની અગ્નિપથ ભરતી યોજનામાં મોટો સુધારો કર્યો છે અને આ વર્ષે અગ્નિપથ યોજના માટે યુવાનોની મહત્તમ ઉંમર વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. સૈન્યની આ નવી ભરતી યોજનાને લઈને સરકારે મંગળવારે કરેલી જાહેરાતમાં મહત્તમ વય 21 વર્ષની હતી. ગુરુવારે મોડી સાંજે સંરક્ષણ મંત્રાલય વતી સત્તાવાર નિવેદન જારી કરીને સરકારની અગ્નિપથ યોજનામાં કરવામાં આવેલા ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નહોતી તે હકીકતને ધ્યાનમાં રાખીને, સરકારે નિર્ણય લીધો છે કે 2022 માટે પ્રસ્તાવિત ભરતી-ચક્રમાં આ વર્ષે છૂટછાટ આપવામાં આવશે અને આ છૂટછાટ હેઠળ 2022ની અગ્નિપથ યોજના માટે ભરતી પ્રક્રિયા માટેની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.વાસ્તવમાં છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતી પર પ્રતિબંધ હતો. પહેલા કોરોનાના કારણે સેનાની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને પછી દેશમાં અગ્નિપથ યોજના લાગુ થવાને કારણે સેનાના ત્રણ ભાગો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીમાં કોઈ ભરતી થઈ શકી નથી અને જેના કારણે છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોમાં નિરાશા જોવા મળી હતી.
ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઘણી જગ્યાએ આગચંપીનાં બનાવો પણ નોંધાયા હતા અને યુવાનોના ઉગ્ર પ્રદર્શનને જોતા સરકારે આ વર્ષ માટે અગ્નિપથ યોજનામાં વય મર્યાદા સાડા 17 વર્ષથી વધારીને 23 વર્ષ કરી છે. આગામી વર્ષ એટલે કે 2023થી તે ફરી સાડા 17થી 21 વર્ષ સુધી ઘટાડીને કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.