યૂનાઈટેડ કિંગડમના વૈજ્ઞાનિકોએ એક નવા રિસર્ચમાં દાવો કર્યો છે કે કોઈ પણ વેક્સીનની તુલનામાં કોરોનાથી બ્રેનમાં બ્લડ ક્લોટિંગનો ખતરો વધારે રહે છે. આ રિસર્ચ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અલગ રિસર્ચટીમે કર્યો છે.
ઓક્સફર્ડ- એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનારી ટીમથી આ ટીમ અલગ છે. હાલમાં ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા અને જોનસન અને જોનસનની વેક્સીનના ક્લોટિંગના મુદ્દાને લઈને સવાલ ઉઠી રહ્યા છે
સેલેબસ વેનસ સાઈનસ થ્રોબોસિસ નામની આ રેર બ્લડ ક્લોટિંગને જર્મનીએ મેડિકલ રેગ્યુલર ઈન્સ્ટિટ્યૂટે પકડી હતી.માર્ચના મધ્યમાં ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે બ્લડ ક્લોટિંગના અનેક કેસ યુવા અને મધ્ય ઉંમરની મહિલાઓમાં જોવા મળી રહ્યા છે.
તપાસ બાદ બ્રિટનના ઔષધિ નિયામકે કહ્યું હતું કે કોઈ ખતરાની તુલનામાં વેક્સીનના ફાયદા વધારે છે. ઔષધિ અને સ્વાસ્થ્ય દેખરેખ નિયામક એજન્સીએ કહ્યું કે આ રીતે લોહીના ક્લોટિંગના કારણે ખતરો ઓછો છે.
રોયટર્સના એક રિપોર્ટમાં કહેવાયું છે કે નવી શોધમાં કોરોના સંક્રમણથી બ્લડ ક્લોટિંગનો ખતરો 8-10 ગણઓ વદારે છે. રિસર્ચ કહે છે કે 5 લાખ લોકોના સ્ટડીમાં 10 ટકા લોકોમાં 39 લોકોને આ તકલીફ જોવા મળી છે. બ્રિટનના ઔષધિ નિયામક કહે છે કે એસ્ટ્રાજેનેકાની વેક્સીનથી આ ખતરો 10 લાખ લોકોમાંથી ફક્ત 5ને છે. રિસરચ્ના આધારે કહેવાઈ રહ્યું છે કે બ્લડ ક્લોટિંગ બાદ મોતનો ખતરો 20 ટકા છે. પછી તે વેક્સીનહોય કે કોરોના સંક્રમણ. આ સિવાય બ્લડ ક્લોટિંગનો ખતરો વધારે રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.