– 200 બેઠકની વિધાનસભામાં બહુમતી હોવાનો અશોક ગહેલોતનો દાવો
– સચિન પાયલટ માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે : કોંગ્રેસ રાહુલ-પ્રિયંકાની પાયલટને મનાવવાની મથામણ ચાલુ
પાયલટ ભાજપમાં નહી જોડાય : સમર્થકોનો દાવો બંને પક્ષો સરકાર બનાવવા માટે તૈયારીમાં
રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે મતભેદો સપાટી ઉપર પહોંચી ગયા પછી રાજસૃથાનના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. એ દરમિયાન અશોક ગહેલોતે 100 કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો અને એ ધારાસભ્યોને જયપુરની હોટેલમાં રાખવામાં આવ્યા હતા.
રાજસૃથાનમાં રાજકીય કટોકટીની સિૃથતિ સર્જાઈ છે. એક તરફ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે બળવો કરીને મુખ્યમંત્રી સામે નારાજગી બતાવી હતી. સચિન પાયલટે દિલ્હીમાં બેઠકો કરી હોવાના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે 106 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો.
એટલું જ નહીં, ધારાસભ્યોના સમર્થન સાથે મીડિયા સામે પરેડ કરી હતી. અશોક ગહેલોતે વિક્ટરીની સાઈન સાથે મેસેજ આપ્યો હતો કે તેમની પાસે પુરતું સંખ્યાબળ છે. બીજી તરફ સચિન પાયલટે પણ 25 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.
સચિન પાયલટે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેમણે હાઈકમાન્ડ સાથે કોઈ જ વાતચીત કરી નથી અને સમાધાન માટેના પ્રયાસો પણ શરૂ કર્યા નથી. પાયલટના સમર્થકોએ દાવો કર્યો હતો કે અશોક ગહેલોત પાસે 84 ધારાસભ્યોનું જ સમર્થન છે. સચિન પાયલટના સમર્થક નેતાઓએ મીડિયાને કહ્યું હતું કે સચિન પાયલટ ભાજપમાં નહીં જોડાય.
કોંગ્રેસે સચિન પાયલટને પાર્ટીમાં જોડાઈ રહેવાનું આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ સહિતના ધારાસભ્યો પાર્ટીમાં પાછા આવી શકે છે.
સુરજેવાલાએ કહ્યું હતું કે સચિન પાયલટને જે પણ સમસ્યા હશે તેના વિશે ગંભીરતાથી વિચારીને તે ઉકેલાશે. એ પછી કોંગ્રેસની વિધાનસભાની બેઠક મળી હતી, જેમાં 106 ધારાસભ્ય સામેલ થયાનો દાવો કોંગ્રેસે કર્યો હતો.
વિરોધીદળનો દાવો હતો કે એ બેઠકમાં 90 ધારાસભ્યો જ સામેલ થયા હતા. એ બેઠક પછી મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત તમામ ધારાસભ્યો જયપુરની હોટેલમાં પહોંચ્યા હતા. ધારાસભ્યો વિરોધીદળના સંપર્કમા ન આવે તે માટે લગભગ 100 જેટલાં ધારાસભ્યોને હોટેલમાં રખાયા છે.
કોંગ્રેસના દિલ્હીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે રાહુલ ગાંધી અને સચિન પાયલટ વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. એ કારણે રાહુલ ગાંધીએ સચિન પાયલટનો સંપર્ક કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ પણ સચિન પાયલટને મનાવી લેવાની મથામણ શરૂ કરી હતી.
ત્રણ મહિનામાં ત્રણ વખત મુખ્યમંત્રી બનવાની પાયલટની કોશિશ
ગહેલોતે સાઈડલાઈન કર્યા પછી માર્ચ મહિનાથી જ પાયલટ ધારાસભ્યો એકઠાં કરવામાં વ્યસ્ત હતા
જયપુર, તા. 13
ડિસેમ્બર-2018માં રાજસૃથાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી એ વખતે જ સચિન પાયલટે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ અગાઉ બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સિનિયર નેતા અશોક ગહેલોત પર હાઈકમાન્ડે પસંદગી ઉતારી હતી અને સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા.
એ પછી સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહ્યો હતો. લોકસભામાં રાજસૃથાનમાં કોંગ્રેસનો ધબડકો થયો પછી સચિન પાયલટે અશોક ગહેલોતને નૈતિક જવાબદારી સ્વીકારીને હટી જવાનો ટોણો માર્યો હતો.
અશોક ગહેલોતે આ વર્ષની શરૂઆતથી જ પાયલટને સાઈડલાઈન કરી દીધા હતા. એ પછી નારાજ થયેલા પાયલટે ત્રણ-ત્રણ વખત મુખ્યમંત્રી બનવાની કોશિશ કરી જોઈ હતી. અત્યારે જે સિૃથતિ છે તે લાવવા માટે પાયલટે માર્ચ મહિનાથી જ પ્રયાસો આદર્યા હતા.
માર્ચ મહિનાથી ધારાસભ્યોનું સમર્થન એકઠું કરીને છેલ્લે રાજ્યસભાની ચૂંટણી વખતે પણ દાણો દબાવી જોયો હતો. પરંતુ પાયલટના સમર્થક નેતાઓએ જ ભાજપમાં ન જોડાવાની સલાહ આપી હતી. મેં માસમાં પણ પાયલટે સમર્થક નેતાઓની બેઠક બોલાવીને કહ્યું હતું કે તેમને નજર અંદાજ કરાયા તે મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી, પરંતુ હાઈકમાન્ડે કોઈ જ પગલાં ન ભર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.