ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી કોના શિરે હશે..

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કયાઁ બાદ હવે મંત્રીમંડળની રચનાને લઈને કવાયત ચાલી રહી છે. મંત્રીમંડળની રચનાની જવાબદારી કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. હાર તેઓ અમદાવાદમાં છે. તેઓ ગઈકાલે જ અમદાવાદ આવી પહોંચ્યા હતાં.

નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે.મંત્રીમંડળની રચનાને લઇને હવે કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશનાં નેતાએ વચ્ચે મંત્રણાનો દોર તો શરુ થઈ ગયો છે. નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલું જ નહીં 60% નવા ચહેરા હશે.

મંત્રીમંડળમાંથી કોનું પત્તુ કરાશે.

બચુ ખાબડ
વાસણ આહિર
કિશોર કાનાણી
યોગેશ પટેલ
ધમઁન્દ્રસિંહ જાડેજા
ઈશ્વર પરમાર
વિભાવરી દવે
પુરુષોત્તમ સોલંકી
કુંવરજી બાવળિયા

ભાજપનાં કેબિનેટમાં કોને સ્થાન મળી શકે છે..

ગણપત વસાવા
પ્રદીપસિંહ જાડેજા
જયેશ રાદડિયા
દિલીપ ઠાકોર
ઈશ્ચર પટેલ
આર સી ફળદુ

કયા નવા ચહેરાને તક મળી શકે છે..

મનિષા વકીલ
હષઁ સંધવી
આત્મારામ પરમાર
કિરીટસિંહ રાણા
શશિકાંત પંડયા
દુષ્યંત પટેલ
ૠષિકેશ પટેલ
જીતુ ચૌધરી
ગોંવિંદ પટેલ
અરવિંદ રોહિણી..

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.ટૂંકમાં નવા મંત્રીમંડળની રચનામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.