હાડ થીજવતી ઠંડી માંથી મળશે આરામ રાજ્યભરના આ આગમી ત્રણ દિવસ દરમ્યાન લઘુતમ તાપમાન થશે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં આગામી ૩ દિવસ દરમિયાન ઠંડી માં ઘટાડો થશે અને આગળના ૩ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગઇ રાત્રિએ નલિયા પાંચ ડિગ્રી સાથે ઠંડું રહ્યું હતું અને નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય દિવસ કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને નલિયા ઉપરાંત ડીસા-પાટણમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. અમદાવાદમાં ત્રણ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી વધારે રહ્યો હતો. ગઇ રાત્રિએ અમદાવાદમાં ૧૨.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો થયો હતો.આગામી ૨૧ જાન્યુઆરી સુધી અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન વધીને ૧૬ ડિગ્રી સુધી થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં ૨૨ જાન્યુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ થવાની શક્યતા છે અમદાવાદમાં આગામી ૨૨ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન ૯ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.