ગુજરાતમાં (GUJARAT) શાળાઓ ખોલ્યા બાદ સરકાર આઠ મહાનગરોમાં (EIGHT METROS) રાત્રી કર્ફ્યુ હટાવવા અને લગ્ન સહિતના પ્રસંગોમાં ૭૦૦થી વધુ વ્યક્તિઓને છૂટ આપવા આગળ વધી રહી છે. કોરોનાના (CORONA) સંદર્ભે સરકારે મુકેલા નિયંત્રણો ડિસેમ્બરનાં (DECEMBER) આરંભે હળવા થશે.
આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે દિવાળી પછી ગુજરાતમાં ચેપના ફેલાવવાની ગતિ વધી નથી. દિવાળીના તહેવારોમાં સંખ્યા નાગરિકો રાજ્ય બહાર ફરીને પરત આવ્યા છે. ત્રણ સપ્તાહથી આ ગતિવિધિ ઉપર નિષ્ણાતોની સમિતિ ધ્યાન આપી રહી છે.
પાડોશના રાજસ્થાનમાં પહેલાથી જ છૂટછાટો છે. મહારાષ્ટ્રમાં નિયંત્રણો હળવા છે. આથી ટૂંક સમયમાં રાત્રિ કરફ્યુ ઉઠાવવા નિર્ણય સરકાર કક્ષાએ લેવાશે. જાન્યુઆરી-૨૦૨૨માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે પ્રિ -સમિટનાં કાર્યક્રમો શરૂ થઈ ચૂકયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.