ધોધા રોપેકરા ફેરીનો પુન:પ્રારંભ , સૌરાષ્ટ્રથી સુરત જતાં પરિવારો કરી શકશે સવારી..

કોરોનાની(CORONA) કારણે બંધ રહી રો-પેક્સ સેવા(RO PAX SERVICE ) ફરી શરૂ થતાં હવે સૌરાષ્ટ્ર થી સુરત( SAURASHTRA – SURAT) જતા પરિવારોની મુસાફરી(TRAVEL) સહેલી બનશે. કોરોનાના કાળના કોરોના સંકટ વચ્ચે રો-પેક્સ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે આજથી ફરી શરૂ થઇ છે.

સવારે ૮ વાગે પ્રથમ ટ્રીપ લાગશે.

મહત્વનું છે કે અંદાજીત અઢી મહિના જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ફરી શરૂ થતાં દરિયાઈ મુસાફરી કરનારા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. હવે ભાવનગર અને સુરત આવતાં પરિવારને રો-પેક્સ સેવાનો લાભ મળી રહેશે.

https://www.youtube.com/watch?v=Dyw-X40q6kY

બપોરે ૩ વાગે ધોધાથી પ્રથમ ટ્રીપ થશે શરુ.

આજથી ધોધા હજીરા રો-પેક્સ ફેરી સેવા પુન:શરુ થતાં આ ફેરી સેવા સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ રવાના થશે ,જયારે ધોધાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરી થશે. મહત્વનું છે કે રો-પેક્સ ફેરી શરુ કરવામાં આવતાં અત્યારથી જ નવેમ્બર મહિનાનું બુકીંગ ૨૩ કલાકનું ખુલશે તેવું મનાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.