યુવરાજ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન (2007 માં વર્લ્ડ ટી20 અને 2011માં વર્લ્ડકપ) ટીમોમાં ભાગ રહ્યો અને બંને ટૂર્નામેન્ટમાં એને સારું પ્રદર્શન કરીને પોતાની છાપ છોડી. યુવરાજ સિંહે વર્લ્ડકપ 2019 દરમિયાન સંન્યાસની જાહેરાત કરી દીધી. એ છેલ્લી વખત 2017માં ઇન્ડિયા માટે રમ્યો હતો.
યુવરાજ સિંહે આ વર્ષે જૂનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કર્યાના આશરે ચાર મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે- એને શા માટે રિટાયરમેન્ટ લેવું પડ્યું. યુવરાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારતીય ટીમ પ્રબંધને એની સામે સતત નવા પડકાર રાખ્યા. યુવરાજે અફસોસ વ્યક્ત કર્યો કે એની સાથે કોઇ પણ બેઠું નહીં અને ટીમની યોજનાઓ શું છે એની માહિતી પણ આપી નહીં.
યુવરાજે કહ્યું, ‘મે ક્યારેય પણ વિચાર્યું નહતું કે 8-9 મેચોમાંથી 2 માં ‘મેન ઓફ ધ મેચ’ રહ્યા બાદ મને ડ્રોપ કરી દેવામાં આવશે. મને ઇજા પહોંચી અને મને શ્રીલંકા સીરિઝ માટે તૈયાર રહેવા કહ્યું. પછી અચાનક યો-યો ટેસ્ટ સામે આવી ગઇ. મારી પસંદગીમાં આ યૂ-ટર્ન હતો. 36 વર્ષની ઉંમરમાં અચાનક મારે પાછા જવું પડ્યું અને યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી. ત્યારબાદ પણ જ્યારે મે યો-યો ટેસ્ટને ક્લિયર કરી, તો મને જણાવાયું કે મારે ઘરેલૂ ક્રિકેટ રમવાની છે.’
યુવરાજે કહ્યું કે ટીમ પ્રબંધનને એવું લાગી રહ્યું હતું કે હું મારી ઉંમરના કારણે યો-યો ટેસ્ટ ક્લિયર કરી શકીશ નહીં અને ત્યારબાદ મને નિકાળવામાં એમને સરળતા થશે…હાં, તમે કહી શકો છો કે આ એક બહાનું હતું.
યુવરાજે જણાવ્યું- શું નથી હોતું ભારતીય ક્રિકેટમાં..?
યુવરાજે એવું પણ કહ્યું કે મેચના અંતિમ દિવસોમાં વરિષ્ઠ ખેલાડીઓ- (વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાનનું નામ લીધું)ને ટીમ પ્રબંધન દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા નહીં. દરેક ખેલાડીઓને એમના ભવિષ્ય માટે જણાવવું જોઇએ. મને ના જણાવવામાં આવી. આ ચીજ ભારતીય ક્રિકેટમાં હોતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.