ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીતી પરત ફરનાર મીરાબાઈ ચાનુ પર ઈનામોની ભરમાર. સરકારે કરી આ ધોષણા.

ટોક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનાર મીરાબાઈ ચાનુ ની મણિપુર સરકાર દ્વારા ધોષણા કરવામાં આવી છે કે તેમની નિમણૂંક એડિશનલ એસપી (સ્પોર્ટ્સ)નાં હોદ્દા પર નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રાજય સરકારે મીરાબાઈને ૦૧ કરોડ રૂપિયાનાં રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે.

ભારતનાં ૨૧ વષૅના મેડલનો દુકાળ મીરાબાઈ ચાનુ દ્નારા સમાપ્ત કરવામાં આવ્યો છે. અને તે સાથે સિલ્વર મેડલ જીતીને દેશનું ખાતું ખોલાવ્યું. આ ઈવેન્ટમાં ચીનની હાઉ ઝિહુઈએ ગોલ્ડ જીત્યો છે. હવે સમાચાર એવા છે કે ઝિહુઈનો ડોપિંગ ટેસ્ટ થશે.આવી સ્થિતિ માં જો નિષ્ફળ જશે, તો તેનો ગોલ્ડ મેડલ મીરાબાઈ ચાનુનાં હાથમાં આવી જશે.

સીહુઇ હાઉએ કુલ ૨૨૦ કિલો વજન ઉપાડીને ઓલિમ્પિકમાં રેકોર્ડ સ્થાપ્યો છે પરંતુ તેનો ડોપિંગ ટેસ્ટ કયારે થશે એ અંગે ઓલિમ્પિક સમિતિ તરફથી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. ટોકયો ઓલિમ્પિકની શરુઆત થવાની સાથે ભારતની મીરાબાઇએ સિલ્વર મેડલથી ખાતું ખોલાવીને એક સારી શરુઆત અપાવી છે. ભારતના વિવિધ રમતમાં ભાગ લઇ રહેલા કેટલાક ખેલાડીઓ હજુ પણ મેડલ મેળવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે મીરાબાઇનો સિલ્વર ગોલ્ડમાં ના ફેરવાય તો પણ કેટલાક ખેલાડીઓ ગોલ્ડ માટે સક્ષમ છે. વેઇટ લિફટર મીરાબાઇ સિલ્વર મેડલ મેળવીને ટોકયોથી દિલ્હી પરત આવી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક સ્પર્ધાની શરુઆતના બે દિવસ દરમિયાન જ ભારતને ગોલ્ડ મળ્યો હોય તેવી ઘટના બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.