રાષ્ટ્પતિ પુતિને ખોલ્યા પોતાના અંગત જીવનના કેટલાક ખુલાસા..

દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક સમયે પૈસા કમાવા માટે ટેક્સી ડ્રાઇવર પણ બની ગયા હતા. દુનિયાથી પોતાનું અંગત જીવન છુપાવીને રાખનાર પુતિને એક ડોક્યૂમેન્ટ્રીમાં પોતાના જીવનના ઘણા રાઝ ખોલ્યા છે. તેમણે જણાવ્યું કે, સોવિયત સંઘના વિઘટન બાદ તેમની મુશ્કેલી વધી ગઈ હતી અને વધારે પૈસા કમાવવા માટે તેમણે ટેક્સી ડ્રાઇવરના રૂપમાં કામ કરવું પડ્યું હતું.

હકીકતમાં સોવિયત સંઘના પતન બાદ 1990ના દાયકામાં દેશની અર્થવ્યવસ્થા તબાહી સુધી પહોંચી ગઈ હતી જેનાથી રશિયાના લોકોને જીવન પસાર કરવા માટે પૈસા કમાવવા નવા માર્ગ શોધવા પડ્યા હતા. વર્ષ 1991માં સોવિયત સંઘના પતન વિશે પુતિને કહ્યુ કે, આ ઐતિહાસિક રૂપથી પતન હતું. પુતિન પહેલાથી સોવિયત સંઘના પતનને રાષ્ટ્રીય આપદા માનતા રહ્યા છે.

વ્લાદિમીર પુતિનના યુક્રેનના એક નિવેદન બાદ એકવાર ફરીથી તે અટકળો થઈ રહી છે કે યૂક્રેનને લઈને તેમનો ઇરાદો શું છે. રશિયાએ યૂક્રેનની સરહદ પર 90 હજાર સૈનિક તૈનાત કર્યા છે. તેનાથી તે ડર બની રહ્યો છે કે રશિયા હુમલો કરવાની તૈયારી તો કરી રહ્યું નથી ને. પુતિન અને તેમના સહયોગી તેનો ખંડન કરતા રહ્યા છે અને ઉલટો યૂક્રેન પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.