આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ. જેમા સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, આઇ.સી.ડી.એસ, મધ્યાહન ભોજન, અટલ મિશન ફોર રીજીવે નેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, સમાજ સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા સહિત યોજનાઓ અંતર્ગત પોરબંદર જિલ્લામાં લક્ષ્યાંક સામે થયેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે આવનાર સમયમાં થનાર કામનું પ્લાનિંગ નક્કી કરવામાં આવ્યુ હતું.
News Detail
ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કિમિટિ (દિશા)ની બેઠક સર્કિટ હાઉસ પોરબંદર ખાતે સાંસદશ્રી રમેશભાઇ ધડુકના અધ્યક્ષતામા અને સાંસદશ્રી રામ ભાઈ મોકરિયાના સહ અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમા ગત મીટીંગની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે ભારત સરકારની જનહિલક્ષી વિવિધ યોજનાઓ તથા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ. જેમા સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, આઇ.સી.ડી.એસ, મધ્યાહન ભોજન, અટલ મિશન ફોર રીજીવે નેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, સમાજ સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા સહિત યોજનાઓ અંતર્ગત પોરબંદર જિલ્લામાં લક્ષ્યાંક સામે થયેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે આવનાર સમયમાં થનાર કામનું પ્લાનિંગ નક્કી કરવામાં આવ્યુ હતું.
આ સાથે જ સાંસદ રમેશભાઇ ધડુક તથા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જરૂરી માર્ગદર્શન આપવાની સાથે વિવિધ યોજનાઓમાં ભૌતિક લક્ષ્યાંક સામે થયેલી સિધ્ધિની સમીક્ષા કરી હતી. તથા સરકારની જનકલ્યાણ લક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને સુચન કર્યુ હતું. માર્ચ એન્ડિંગ પહેલા સરકારની તમામ યોજનાઓ યોગ્ય લાભાર્થીઓને મળી રહે અને સો ટકા કામગીરી થાય, એક પણ લાભાર્થી યોજનાના લાભ વગર વંચિત ન રહે તે દિશામાં કામગીરી કરવા જણાવવાની સાથે મિટિંગમાં ગેરહાજર અધિકારીઓ આવનારી મિટિંગમાં પ્રતિનિધિઓના બદલે પોતે હાજર રહે તેવી ટકોર કરી હતી.
બેઠકના અંતે મહાનુભાવોના હસ્તે વિસાવાડા ગામના વિશ્વાસ સખીમંડળ ગૃપ દ્રારા તૈયાર કરાયેલ ગાયના દેશી ઘીની બ્રાંડનુ લોન્ચીંગ કરાયુ હતુ. બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી બી.ડી. નિનામાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પ્રેઝન્ટેશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા એ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.