અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કોરોના વાયરસની સારવારમાં આરએલએફ-100 નામની દવાને મંજૂરી આપી દીધી છે. FDA મુંજબ, તેનો ઉપયોગ ઈમરજન્સી સ્થિતિમાં કરી શકાશે. આ દવાને એવિપ્ટાડિલ નામથી પણ ઓળખવામાં આવે છે.
કોવિડ-19ની સારવાર માટે એવિપ્ટાડિલ દવાને ન્યૂરોએક્સ તથા રિલીફ થેરાપ્યૂટિક્સે મળીને વિકસાવી છે. દવા બનાવત કંપની ન્યૂરોએક્સે તેના નિવેદનમાં કહ્યું, એવિપ્ટાડિલ માનવીના ફેફસાના કોષ અને મોનોસાઇટ્સમાં સાર્સ કોરોના વાયરસની કોપી બનતા અટકાવે છે. હ્યુસ્ટનની એક હોસ્પિટલના ડોક્ટરોએ આરએલએફ-100 નામની દવાનું પરીક્ષણ કર્યુ હતું.
રિપોર્ટ મુજબ કોવિડ-19ની ઝપેટમાં આવેલા 54 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે બીમાર હતા, જેમને આ દવા આપવામાં આવી હતી. દવાના ઉપયોગથી વ્યક્તિને ચાર દિવસની અંદર વેંટીલેટર હટાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત 15થી વધારે દર્દીઓ પર પણ સારવારના સકારાત્મક પરિણામનો દાવો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.