કોંગ્રેસના બોલકણા નેતા અને લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે રિયા ચક્રવર્તી એક બંગાળી બ્રાહ્મણ મહિલા છે. ડ્રગ લેવા માટે નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા એની ધરપકડ કરવામાં આવે એ એક વાહિયાત પગલું હતું.
દેખીતી રીતેજ અધીર રંજન ચૌધરી રિયાના બચાવમાં બોલી રહ્યા હતા. અધીર રંજને કહ્યું કે રિયા અને એનો પરિવાર ન્યાય માગવાનો અધિકાર ધરાવે છે.
રિયાની જામીન અરજી પર આજે કોર્ટ નિર્ણય કરવાની છે. અગાઉ પણ અધીર રંજન રિયાના સમર્થનમાં સંખ્યાબંધ ટ્વીટ કરી ચૂક્યા હતા. અધીર રંજને એવો દાવો કર્યો તો કે રિયાના પિતા એક નિવૃત્ત લશ્કરી અધિકારી છે અને રિયા બંગાળી બ્રાહ્મણ મહિલા છે. રિયાના પિતાએ ભારતીય લશ્કરમાં રહીને દેશની સેવા કરી હતી. સુશાંત સિંઘ રાજપૂતને એક બિહારી તરીકે ન્યાય અપાવવાની માગણી ન થવી જોઇએ.
તેમણે કહ્યું કે રિયાના પિતા પોતાની પુત્રી માટે ન્યાય માગવાનો અબાધિત અધિકાર ધરાવે છે. મિડિયા ટ્રાયલ આપણા દેશની ન્યાય પ્રક્રિયા માટે વાજબી નથી. આપણા બંધારણમાં સૌને ન્યાયનો વાયદો કરાયો છે. તદનુસાર રિયાને ન્યાય મળવો જોઇએ.
એમ તો રિયાના સમર્થનમાં બોલિવુડની કેટલીક સેલેબ્રિટિઝ પણ આગળ આવી હતી જેમાં અભિેનેત્રી તાપસી પન્નુ (એ પણ બંગાળી છે), વિદ્યા બાલન, સોનમ કપૂર, અનુરાગ કશ્યપ અને ફરહાન અખ્તરનો સમાવેશ થયો હતો. નાર્કોટિક્સ બ્યૂરોએ ત્રણ દિવસની પૂછપરછ પછી રિયાની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટે એને 22 સપ્ટેંબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. બુધવારે એને એનસીબીના સાઉથ મુંબઇના કાર્યાલયથી સીધી ભાયખલા જેલમાં લઇ જવાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.