એક મહિના પહેલાં જ નેપાળથી પતિ- બાળકો સાથે રહેવા આવેલી ૨૪ વર્ષની પરિણીતાને મકાન શોધવામાં મદદ કરવાના બહાને રિક્ષામાં ઉઠાવી જઈ ગેંગ રેપનું જઘન્ય કૃત્ય આચરાયું છે. યુવતીને નશીલી દવાની ૧૫ ગોળીઓ ત્રણ તબક્કે આપીને ક્રાઈમ બ્રાન્ચના બાતમીદાર, રાજુ સોલંકીના બહેરામપુરામાં ચામુંડાની ચાલી ખાતે આવેલા ઘરમાં આખી રાત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
રાજુ સોલંકીની ભાળ મેળવવા તેની બહેન આવી ત્યારે યુવતીનો સડેલો મૃતદેહ મળતાં દાણીલીમડા પોલીસને જાણ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી રિક્ષાચાલક અને બાતમીદાર રાજુ સોલંકી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો હતો.
એક મહિના પહેલાં પત્ની અને બાળકોને અમદાવાદ લાવ્યો હતો. આ પરિવારને મકાનની તલાશ હતી. આ યુવકની પત્ની સ્મિતા (કાલ્પનિક નામ) તા. ૧૭ના સાંજે ઘરની ખરીદી માટે ચંડોળા તળાવ પાસે નીકળી હતી.
આ સમયે શટલ રિક્ષામાં રાજુ સોલંકી, ઈમરાન સલાટ અને ઈસ્માઈલ ઉર્ફે શકીલ પઠાણ નામના ત્રણ યુવકો બેઠાં હતાં તેમાં બેસીને એ આગળ વધી હતી. આ યુવકોએ વાતચિત કરતાં મકાનની તલાશ હોવાની યુવતીએ વાતચિત કરી હતી.
રસ્તામાં સ્મિતાએ માથામાં દુઃખાવો થતો હોવાની વાત કરતાં આ યુવકોએ પાંચ નાની ટેબલેટ આપી હતી. બાદમાં, સ્મિતાએ ભાન ગુમાવતાં શારીરિક અડપલાં શરુ કર્યાં હતાં. સ્મિતાને વધુ પાંચ ગોળીઓ ખવડાવી કોરોનાનો રાત્રિ કરફ્યૂ અમલી બની ગયો હોવાનું કહી બહેરામપુરાના દબાણ ગોડાઉનની સામે ચામુંડાની ચાલી સામે રિક્ષાચાલક રાજુ સોલંકીના ઘરે લઈ જવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.