રિલાયન્સે કહ્યું- બેઠકમાં સામેલ 99.99 ટકા શેરધારકોએ પ્રસ્તાવના પક્ષમાં આપ્યો મત

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના નિર્દેશો અનુસાર, કંપનીએ O2C બિઝનેસને અલગ પેટાકંપની એકમ રિલાયન્સ O2C લિમિટેડમાં બદલવાના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે શેરધારકો અને તમામ ધિરાણ કરનારાઓની બેઠક બોલાવી

બેઠકમાં સામેલ 99.99 ટકા શેરધારકોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. શેરધારક બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. બેઠકની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.એન.શ્રીકૃષ્ણાએ કરી. આરઆઈએલએ ફેબ્રુઈરીમાં તેલ રિફાઇનિંગ, ઇંધણ માર્કેટિંગ અને પેટ્રોરસાયણ(O2C) બિઝનેસના મૂળ એકમથી 25 અરબ ડોલરની લોન સાથે સ્વતંત્ર એકમ બનાવવાની જાહેરાત કરી.

કંપની દ્વારા પહેલા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સO2C લિમિટેડને અલગ કરીને કંપની તેલ રસાયણ ક્ષેત્રમાં સંપૂર્ણ ભાવ માળખા પર ધ્યાન આપી શકશે

ગુજરાતના જામનગરમાં 2 રિફાઇનરી, અલગ અલગ રાજ્યોમાં પેટ્રો રસાયણ કેન્દ્રો અને રિટેઇલ ફ્યૂલ બિઝનેસમાં 51 ટકા ભાગીદારી O2C એકમમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. એ જરૂરી મંજૂરીઓ પર નિર્ભર છે જે સપ્ટેમ્બરમાં મળવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.