ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી ચર્ચામાં છે. વાત એવી છે કે, ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મિસ્ટર RP શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લઈને લોકોનું કહેવું છે કે, ઉર્વશીએ RP શબ્દનો ઉપયોગ ક્રિકેટર રિષભ પંત માટે કર્યો છે અને બીજી બાજુ એક સ્ક્રીનશોટ ઝડપી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રિષભ પંત તરફથી ઉર્વશી રૌતેલાને આપવામાં આવેલો જવાબ છે.
ઉર્વશી રૌતેલાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તે હોટેલનો એક કિસ્સો સંભળાવી રહી છે. ઉર્વશીએ કહ્યું કે, ‘હું વારાણસીથી શૂટિંગ કરીને દિલ્હી આવી હતી, જ્યાં મારો શો થવાનો હતો. મેં આખા દિવસ શૂટિંગ કરી અને 10 કલાકની શૂટિંગ પછી જ્યારે હું હોટેલ પહોંચી તો થાકી ગઈ હતી અને હું ઊંઘી ગઈ અને મિસ્ટર RP આવ્યા અને તે મારી લોબીમાં રાહ જોતા રહ્યા, તેણે મને 17 વાર કોલ કર્યા પણ મને ખબર જ પડી ન હતી. મને તે સારું ન લાગ્યું, પછી મે તેમની સાથે વાત કરી અને કહ્યું કે, જ્યારે તમે મુંબઈમાં આવશો ત્યારે આપણે મળીશું, પણ ત્યાં સુધી મીડિયામાં આ વાતો સામે આવી ચુકી હતી.’
આ પહેલી વખત નથી જ્યારે ઉર્વશી રૌતેલા અને રિષભ પંત ટ્રેન્ડ થઈ રહ્યા છે અને આના પહેલા પણ બંનેને લઈને મીડિયામાં સમાચાર આવી ગયા છે. જો કે, અત્યાર સુધી બંનેએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.
મીડિયામાં એક વાર આ સમાચાર આવ્યા હતા કે, રિષભ પંતે વ્હોટસએપ પર ઉર્વશી રૌતેલાને બ્લોક કરી દીધું છે અને તેના પહેલા ઉર્વશીએ પંતના જન્મદિવસે તેને ટ્વીટ કરીને શુભકામનાઓ મોકલાવી હતી અને રિષભ પંત હાલમાં જ વિન્ડીઝ પ્રવાસથી પાછો આવ્યો છે. હવે તે આગામી એશિયા કપમાં રમતો જોવા મળશે. એશિયા કપનું આયોજન 27 ઓગસ્ટથી UAEમાં થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.