અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ કરવામાં આવી છે.રિયા અને તેના ભાઈએ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી જામીન અરજીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ વિરોધ કર્યો છે.
આ દરમિયાન એનસીબીએ દાખલ કરેલા સોગંદનામામાં કહ્યુ છે કે, ભાઈ અને બહેન ડ્રગ સિન્ડિકેટના સક્રિય સભ્ય હતા અને હાઈ સોસાયટીના લોકો તેમજ ડ્રગ્સ સપ્લાય કરનારાઓ સાથે જોડાયેલા હતા.રિયા ચક્રવર્તી અને તેના ભાઈએ ડ્રગ્સની લેવડ દેવડને પ્રોય્સાહન આપ્યુ હતુ.એટલા માટે જ તેમની સામે આકરી કલમો લગાડીને કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં વ્યક્તિ દોષિત સાબિત થાય તો 10 વર્ષની જેલની જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ કલમનો રિયા અને તેના ભાઈએ વિરોધ પણ કર્યો હતો.તેમના વકીલે પણ કહ્યુ હતુ કે, હાલના મામલામાં કલમ 27 એ લાગુ પડતી નથી.કારણકે રિયા ચક્રવર્તી ક્યારેક જ ડ્રગ્સ માટે પૈસા ચુકવતી હતી અને તેનુ સેવન તેના પ્રેમી સુશાંત સિંહ રાજપૂત દ્વારા કરાતુ હતુ.
જોકે એનસીબીનુ કહેવુ છે કે, જે રેકોર્ડ હાથ લાગ્યા છે તે પ્રમાણે રિયા ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.