સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં હવે રાજકારણીઓ પણ ખુલ્લેઆમ કુદી પડ્યા છે.
એક તરફ બિહાર અને મુંબઈમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે ત્યારે સુશાંત સિંહે મૂળે બિહારનો હોવાના કારણે બિહારમાં તમામ રાજકીય પક્ષો આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.સુશાંતના કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે સુશાંતના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ મામલાની તપાસ માટે પટણા પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી છે.
બીજી તરફ બિહાર સરકારના મંત્રી મહેશ્વર હજારીએ તો રિયા ચક્રવર્તીને સોપારી કિલર અને વિષકન્યા ગણાવી છે.મંત્રીનુ કહેવુ છે કે, રિયા ચક્રવર્તી વિષ કન્યા છે જેણે સુશાંતનો જીવ લીધો છે.પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માટે તે હજી તો કેટલાય લોકોના જીવ લેશે તેમ લાગે છે.આ સોપારી કિલર પર વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.
મંત્રીના મતે બોલીવૂડની એક ગેંગ રીયાને બચાવવા માટે લાગેલી છે.આ લોકો માટે જ રીયા સોપારી કિલર બનીને કામ કરે છે.જે આ ગેંગની વાત નથી માનતા તેવા કલાકારને ફસાવીને તેઓ સુશાંતની જેમ આત્મહત્યા કરે તે માટે મજબૂર કરે છે.મુંબઈ પોલીસ પોલીસ આ મામલામાં તમામ ખુલાસી કરી શકે તેમ નથી.આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.