નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના વડા રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આંતરરાષ્ટ્રૂીય ડ્રગ માફિયાઓ સાથે સંબંધ હોવાની કડી સાંપડી હતી. અમે ડ્રગ એજન્સી સાથેના રિયાના સંબંધોના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના રહસ્યમય અકાળ અવસાનની તપાસ દરમિયાન રિયા અને બોલિવૂડના બીજા કલાકારોના ડ્રગસેવનની વિગતો બહાર આવી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયાની કરેલી પૂછપરછ દરમિયાન રિયાએ ઓછામાં ઓછા પચીસેક કલાકારો નિયમિત ડ્રગ લેતાં હોવાની માહિતી આપી હતી. એણે કેટલાક ડ્રગ પેડલર્સ વિશે પણ માહિતી આપી હતી. એનસીબીએ એવા કેટલાક ડ્રગ પેડલર્સને ઝડપી લીધા હતા.
અસ્થાનાએ કહ્યું કે ડ્રગ બનાવનારા લોકો દેશમાં ગેરકાયદે ડ્રગની હેરાફેરી અને વપરાશ વધારવાના પ્રયાસો કરી રહ્યા હતા. અમે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માગીએ છીએ. એક પછી એક નવી કડી ખુલતી જાય છે. તેમણે એવો દાવો કર્યો હતો કે રિયાનું ડ્રગ કનેક્શન મામૂલી નથી. એ આંતરરાષ્ટ્રીય છે. આ એક ખાસ્સું મોટું કૌભાંડ છે. ક્યુરેડેટ (રાસાયણિક પ્રોસેસ ધરાવતા ) મારીજુઆના આંતરરાષ્ટ્રીય બજારમાં આઠ લાખ રૂપિયે કિલોના હિસાબે વેચાય છે.
અસ્થાનાએ વધુમાં કહ્યું કે આ કૌભાંડનો રેલો દૂબઇ અને આતંકવાદી જૂથો સુધી પહોંચે છે. રિયા જેવા લોકોને માફ કરી શકાય નહીં. રેવ પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટીમાં આવી ડ્રગનું બેફામ સેવન કરવામાં આવે છે. રિયા જેવા કલાકારો આમ આદમી માટે રોલ મેાડેલ હોય છે જેમને યુવાનો અનુસરે છે. બોલિવુડના કયા મોટાં માથાં આમાં સંડોવાયેલાં છે એની તપાસ હજુ ચાલુ છે. એક બાજુ ડ્રગ માફિયા અને બીજી બાજુ બોલિવૂડના મોટાં માથાં એેમ બંને બાજુ અમે તપાસ ચલાવી રહ્યા છીએ. હાલ એ વિશે વધુ માહિતી આપી શકાય એમ નથી. એનાથી સંબંધિતો ચેતી જવાની શક્યતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.