–
-આજે એને પૂછપરછ માટે બોલાવી હતી, રિયાએ મુદત માગી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિયા ચક્રવર્તીને કોઇ રાહત આપવાના મૂડમાં નથી. રિયાને આજે પોતાની સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ ઇડીએ મોકલ્યુ્ં હતું.
રિયાએ એવી વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસનો નિવેડો આવે ત્યાં સુધી મને પૂછપરછમાંથી રાહત આપવામાં આવે. ઇડીએ એવી કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
રિયા અભિનેતા સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને રિયાનો ભાઇ શૌમિક સુશાંતના આર્થિક વ્યવહારો સંભાળતો હતો. તાજેતરમાં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે છેલ્લાં ચાર વર્ષમાં સુશાંતના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પચાસ કરોડની હેરફેર થઇ હતી. સુશાંતના પિતા કે કે સિંઘે એવો આક્ષેપ કર્યો હતો કે રિયા અને એના પરિવારની નજર સુશાંતનાં નાણાં પર હતી એટલે એ સુશાંતની નિકટ આવી હતી. આટલી મોટી રકમની હેરફેરની વાત આવતાં એન્ફોર્સમેન્ટર ડિરેક્ટોરેટે રિયાને આજે સાતમી ઑગષ્ટે પોતાની સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યુ્ં હતું. સુશાંતની કહેવાતી આત્મહત્યાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું જણાવીને રિયાએ ઇડીને વિનંતી કરી હતી કે એની પૂછપરછ હાલ કરવામાં ન આવે. ઇડીએ એ વિનંતીનો અસ્વીકાર કર્યો હતો.
બિહાર પોલીસે આ કેસની તપાસ કરવાનું નક્કી કર્યું ત્યારથી રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ હતી. સુપ્રીમ કોર્ટે બિહાર પોલીસને આ કેસની તપાસ કરવાનો અધિકાર છે એવું જણાવ્યા પછી રિયા ગુરૂવારે પહેલીવાર મુંબઇમાં પોતાના એપાર્ટમેન્ટમાં દેખાઇ હતી. દિવસે દિવસે આ કેસમાં નવી નવી વાતો બહાર આવતી જાય છે.
રિયાના વકીલે ઇડી સમક્ષ એવી દલીલ કરી હતી કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં એવી વિનંતી કરી હતી કે આ કેસની તપાસ મુંબઇમાં થવી જોઇએ. આ અરજીનો નિકાલ આવે ત્યાં સુધી રિયાની પૂછપરછ મુલતવી રાખવી જોઇએ. ઇડીએ આ વિનંતીનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે રિયા આજે સાતમી ઑગષ્ટે હાજર નહીં થાય તો સમન્સની ઉપેક્ષાનો કેસ એની સામે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.