ફિલ્મ અભિનેતા રજનીકાંતને બ્લડ પ્રેશરમાં વધઘટના કારણએ અત્રેની હોસ્પિટલમાં દાખલ કરાય હતા, એમ હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું. છેલ્લા દસ દિવસોથી તેઓ અત્રે એક ફિલ્મનું શુટીંગ કરી રહ્યા હતા અને તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી લીધા હતા.
70 વર્ષના રજનીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ટીડીપીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમના જલદી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.
તેમને કોવિડ-19ના કોઇ જ લક્ષણ જણાયા ન હતા, તેમના બીપીમાં સતત વધઘટ જોવા મળ્યું હતું’. જ્યાં સુધી તેમનો બ્લડ પ્રેશર સામાન્ય ન થાય ત્યાં સુધી તેમની પર સતત નજર રાખવામાં આવશે અને તપાસ પણ કરાતી રહેશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.