પાટણ જિલ્લાના રાધનપુરથી સાંતલપુર સુધીનો હાઇવે બિસ્માર બન્યો છે, જેને લઈ હાઇવે ઉપર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના જીવ જઈ રહ્યા છે તેથી ગઈકાલે શુક્રવારે રસ્તા પર ખાડાને કારણે એક મહિલા બાઈક પરથી પટકાઈ હતી અને જેથી તેનું મોત થયું હતું ત્યારે આ અકસ્માતને લઈ મહિલાના પતિ પાલાભાઈ મોહનભાઈએ વારાહી પોલીસ સ્ટેશનમાં હાઈવે ઓથોરિટી પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારી પત્ની GJ24AD2441 બાઈક લઈ વારાહી જતાં હતાં અને આ દરમિયાન સાંજના ચારેક વાગ્યે સાદપુરા ગામના પાટિયા નજીક રોડ ઉપર પસાર થતાં હતાં. ત્યારે આગળ એક ટ્રક જતી હતી અને અમે પાછળ જઈ રહ્યાં હતાં, તેવામાં રોડ ઉપર ઓચિંતો મોટો ખાડો આવતાં મારી બાઈક ખાડામાં પડી ગઈ હતી અને જેથી અકસ્માત થયો હતો
એમાં બાઈક પર પાછળ બેઠેલી મારી પત્ની રતનબેન મકવાણાને માંથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે CHC વારાહી ખાતે દાખલ કર્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમ મોત થયું હતું. જેથી નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીની બેદરકારીને કારણે રોડ ઉપરનો ખાડો પુરાવ્યો ન હોવાથી આ ઘટના બની છે અને જેથી ફરિયાદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.