રોડ સેફ્ટીને લઈને લાગૂ કરવામાં આવી રહ્યા છે આ નિયમો,ટ્રાફિક રૂલ્સ તોડવા માટે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ કરાવાશે

સડક પર તમારી સાથે અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે.

આ નવા નિયમના આધારે ડ્રાઈવિંગ લાયસન્સને જાહેર કરતા પહેલા એપ્લાય કરનારાને વીડિયો ટ્યૂટોરિયલ બતાવવામાં આવશે. ડ્રાઈવિંગ ટેસ્ટને માટે એક મહિના પહેલાથી બતાવાતા વીડિયો ટ્યૂટોરિયલમાં સેફ ડ્રાઈવિંગની સાથેની જાણકારી અપાશે.

આ કોર્સને પૂરો કરી ચૂકેલા ડ્રાઈવરના આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સસાથે જોડવામાં આવશે. જેથી તેમના ડ્રાઈવિંગને ટ્રેક કરી શકાય. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે સેફ ડ્રાઈવિગને લઈને કડક થઈ રહ્યું છે. દ્વીચક્રી વાહનોને વિના હેલ્મેટ અને પોલિસ સાથે મળીને ટોલ ક્રોસ કરનારા વાહન ચાલકોને શોધાશે. તેને માટે પણ એક સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.

આંકડા અનુસાર 2019માં સડક દુર્ઘટનામાં લગભગ 44666 દ્વિચક્રી વાહનચાલકોના મોત થયા છે. તેમાંથી 80 ટકા વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. રિપોર્ટ અનુસાર નવા ડ્રાઈવિંગ લાયસન્સને માટે અરજી કરનારાએ ઓનલાઈન વીડિયો ટ્યૂટોરિયલ અને ડ્રાઈવિંગ લાયસન્સને મેળવી ચૂકેલા લોકોને માટે સેફ્ટી સર્ટિફિકેશન કોર્સને આવનારા દિવસોમાં નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સામેલ કરી શકાય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.