અમદાવાદ રિવરફ્રન્ટના રસ્તાઓ આટલા દિવસ બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

ડિફેન્સ એકસ્પો 2022ને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તા.11થી 14 માર્ચ સુધી ડિફેન્સ એક્સ્પો-2022નો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અગાઉના તા.4થી 9 માર્ચ સુધી એર શોનું રિહર્સલ કરાશે. એર શોનો કાર્યક્રમ 10થી 14 માર્ચ સુધી યોજાશે.અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટના પશ્ચિમ તરફથી વાડજ સ્માશાન ગૃહ કટથી શરૂ થઇને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

રિવરફ્રન્ટના પૂર્વ તરફથી હોટલ લેમન ટ્રી કટથી લઇને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. તો ડિફેન્સ એક્સ્પો દરમિયાન એલિસબ્રિજ તથા ઉમાશંકર જોષી બ્રિજ અને જમાલપુર બ્રિજ બન્ને તરફથી બંધ રહેશે.

1.વાડજ સર્કલથી પાલડી ચાર રસ્તા થઇને અંજલી ચાર રસ્તા તરફ જઇ શકાશે
2.રિવરફ્રન્ટ પૂર્વ પોલીસ સ્ટેશનથી દધિચીબ્રિજ સર્કલ થઇ હિલ્દી દરવાજા થઇને કાલુપુર જઇ શકાશે
3.નહેરૂબ્રિજથી વિજળીઘર ચાર રસ્તા થઇ જિલ્લા પંચાયત તરફથી વિક્ટોરિયા ગાર્ડન થઇને ખમાસા તરફ જઇ શકાશે
4.પાલડી ચારરસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તાથી અંજલી ઓવરબ્રિજ નીચેથી આંબેડકર બ્રિજ પર થઇને દાણીલીમડા ચાર રસ્તા તરફથી જમાલપુર જઇ શકાશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.