રોહિંગ્યા સામે કાર્યવાહી કરીશ તો ઓવૈસી જેવા લોકો જ બૂમો પાડશે : અમિત શાહ

હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં રોહિંગ્યા ઘૂસણખોરોનો મુદ્દો હવે તૂલ પકડી ચુક્યો છે.આજે હૈદ્રાબાદની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એઆઈએમઆઈએમ પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કહ્યુ હતુ કે, જ્યારે હું રોહિંગ્યા સામે કાર્યવાહી કરુ છું ત્યારે આ જ લોકો બૂમો પાડવા માંડે છે.

આ પહેલા ઓવૈસીએ કહ્યુ હતુ કે, જો હૈદ્રાબાદમાં ઘૂસણખોરો હોય તો ગૃહ મંત્રી તરીકે અમિત શાહે કાર્યવાહી કરવી જોઈએ.આ નિવેદનનો અમિત શાહે આજે જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષો મને એક વખત લખીને આપે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢો, એ પછી હું કાર્યવાહી કરવા માટે તૈયાર છું.હકીકતમાં આંધ્રપ્રદેશમાં ટીઆરએસ અને એઆઈએમઆઈએમ વચ્ચે ગુપ્ત સમજૂતી થયેલી છે.મને તેનાથી પરેશાની નથી પણ તેમણે આ પ્રકારના સમજૂતિ છુપાઈને કરવાની જરુર નથી.બંધ રુમમાં બંને પાર્ટીઓ ઈલુ ઈલુ કરે છે.ટીઆરએસ કેમ ખુલ્લેઆમ જાહેર નથી કરતી કે ઓવૈીની પાર્ટી સાથે અમારે સબંધ છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, જે લોકોએ આઝાદી વખતે હૈદ્રાબાદમાં પાકિસ્તાન સાથે જોડાવવા માટે ઝુબેશ ચલાવી હતી તેવી નિઝામ સંસ્કૃતિથી અમે હૈદ્રાબાદને છુટકારો અપાવવા માંગીએ છે.હૈદ્રાબાદને આધુનિક શહેર બનાવીશું અને વંશવાદથી છુટકારો અપાવીશું તેમજ તેના વહિવટને પારદર્શક બનાવીશું.

તેમણે કહ્યુ હતુ કે,હૈદ્રાબાદનો એક મોટો વર્ગ એવો છે જે પોતાને અપમાનિત મહેસૂસ કરે છે.પણ અમે ચૂંટાયા તો એવી વ્યવસ્થા ઉભી કરીશું જેમાં કોઈ સેકન્ડ ક્લાસ સિટિઝન બનીને ના રહી જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.