શું રોહિત શર્મા ટી20થી નિવૃત્તિનો નિર્ણય બદલી મેદાનમાં પરત ફરશે? શ્રીલંકામાં કહી મોટી વાત

Rohit Sharma T20 Retirement: ઈન્ડિયન ટીમના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકામાં વધુ એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેના નિવેદનથી અત્યારે ફરીથી એક નવી ચર્ચા છેડાઈ ચૂકી છે. રોહિત નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ફરીથી મેદાન પર ટી20 ફોર્મેટમાં રમતો જોવા મળી શકે એમ પણ લાગી રહ્યું છે. જોકે શર્માએ આ નિવેદન મજાક મસ્તીમાં જ આપ્યું હતું પરંતુ અત્યારે તેમના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી ગયો છે.

Rohit Sharma T20 Retirement: ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટી20 ઈન્ટરનેશનલ કારકિર્દીને શાનદાર રીતે પૂરી કરી છે. તેણે ભારતને બારબાડોસમાં 2024 ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવી ટ્રોફી ભારતને નામ કરી દીધી હતી. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે આ મારી છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ હતી હવે હું યુવા ખેલાડીઓને તક આપવા માટે નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્મા ફરી એકવાર મેદાન પર જોવા મળશે અને ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેઓ વનડે ટીમની આગેવાની કરી રહ્યો છે. હવે શ્રીલંકા વિરૂદ્ધની પહેલી વનડે મેચ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તેણે એવું કહી દીધું કે રોહિતના ફેન્સ ખુશ ખુશ થઈ ગયા હતા.

સવાલ એ ઊભો થયો કે શું રોહિત પણ શાહિદ આફ્રિદીની જેમ નિવૃત્તિમાંથી વાપસી કરશે? શું ભારતીય કેપ્ટન તેની નિવૃત્તિમાંથી બહાર આવવાની યોજના એક મહિના પહેલા જાહેર કરી રહ્યો છે? કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ પહેલા રોહિતના નિવેદને હલચલ મચાવી દીધી છે. રોહિતે (તેની રમૂજી રીતે) કહ્યું કે એવું લાગે છે કે તેને હજુ પણ T20માંથી આરામ આપવામાં આવ્યો છે અને જ્યારે પણ કોઈ મોટી ટૂર્નામેન્ટ (2026 T20 વર્લ્ડ કપ અથવા 2025 એશિયા કપ ભારતમાં) રમાશે ત્યારે તેને પાછો બોલાવવામાં આવશે.

તેણે કહ્યું- હું હજુ પણ એવું જ અનુભવું છું. મને લાગે છે કે મને T20 ફોર્મેટમાંથી આરામ આપવામાં આવ્યો છે અને જેવી મોટી ટૂર્નામેન્ટ આવશે કે તરત મને ફરીથી રમવા માટે બોલાવી દેવામાં આવશે. મને નથી લાગતું કે હું સંપૂર્ણપણે ફોર્મેટની બહાર છું. જોકે રોહિતે આ બધું મજાકમાં કહ્યું હતું પરંતુ ચાહકોને આશા છે કે રોહિત હજી સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થયો નથી. એ અલગ વાત છે કે જો રોહિત નિવૃત્તિમાંથી પરત ફરવાનું નક્કી કરે છે અને આગામી ટી20 વર્લ્ડ કપ રમે છે તો ત્યાં સુધીમાં તે 39 વર્ષનો થઈ જશે, પરંતુ કેપ્ટનના આ નિવેદન બાદ ઈન્ટરનેટ પર ખૂબ જ હલચલ મચી ગઈ છે.

રોહિત 29 જૂન, 2024 પછી પહેલી વખત ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તે એક એવી તારીખ છે જે હવે એક અબજ ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં કાયમ માટે યાદ બની જશે. જોકે, વર્લ્ડ કપની જીત હવે ઈતિહાસ બની ગઈ છે અને રોહિત ભારપૂર્વક કહે છે કે તેની પાસે ઘણું બધું કરવાની તક છે. હવે રોહિત ફરી એકવાર હેડ કોચ ગંભીર સાથે જોડાશે અને ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રેક્ટિસની શરૂઆત કરશે.

ભારતે શ્રીલંકા પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. યજમાન ટીમને 3-0થી હરાવીને પોતાની વિનિંગ સ્ટ્રિક જાળવી રાખી છે. આ દરમિયાન ગંભીર અને સૂર્યકુમાર યાદવના યુગની પણ વિજયી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગળ બધુ જ ફોકસ હવે વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.