રોહિત શર્મા ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા નથી જવાનો! સામે આવ્યું આ કારણ, તેને બદલે કોણ?…

ટેસ્ટ અને વનડેના કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ રમવાનો નથી. સમાચાર છે કે તેને ઘેર બીજું બાળક આવી રહ્યું છે.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ હાર્યાં બાદ ટેન્શનમાં આવી રહેલા રોહિત શર્મા માટે સારા સમાચાર છે તેને ઘેર બીજું બાળક આવી રહ્યું છે. હાલમાં રોહિત અને રીતિકા સજદેહને સમાયરા નામની એક છોકરી છે તેઓ ટૂંક સમયમાં બીજા બાળકના માતાપિતા બની રહ્યાં છે.

પહેલી બે ટેસ્ટ મેચ નહીં રમે રોહિત

આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અથવા પ્રથમ બે ટેસ્ટ મેચ ગુમાવી શકે છે.

ગૌતમ ગંભીરે કેએલ રાહુલના વખાણ કર્યા

હવે ઓસ્ટ્રેલિયા જતા પહેલા કોચ ગૌતમ ગંભીરે કેએલ રાહુલના વખાણ કર્યા છે. ગંભીરે કહ્યું, “તેની (કેએલ રાહુલ)ની ગુણવત્તા એ છે કે તે ખરેખર ટોચના ક્રમમાં બેટિંગ કરી શકે છે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે અને તે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા કેટલા ખેલાડીઓ છે જે કેએલ રાહુલની જેમ ઇનિંગ્સ ખેલી શકે છે અને જરૂર પડ્યે છઠ્ઠા નંબર પર પણ રમી શકે છે. તેથી જ મને લાગે છે કે જો જરૂર પડે તો તે ઓપનિંગ કરી શકે છે. રાહુલને બદલે કોણ રમશે

22 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ

BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા આ ટીમનો કેપ્ટન છે અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન છે. ડોમેસ્ટિક ક્રિકેટ સ્ટાર અભિમન્યુ ઇશ્વરને રિઝર્વ ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ શ્રેણીની શરૂઆત 22 નવેમ્બરે પર્થ ટેસ્ટથી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.