રોહિત શેટ્ટીની ફિલ્મોની ફેન્સ કાગડોળે રાહ જોતા હોય છે. હાલમાં જ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સર્કસ’નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પોતાની કોમેડીનો તડકો લગાવતa નજરે પડવાનa છે. ક્રિસમસના અવસર પર રીલિઝ થનારી આ ફિલ્મને અત્યાર સુધી દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ટીઝરને મળી રહેલા રિસ્પોન્સથી એ સ્પષ્ટ થઇ ગયું છે અને ‘સર્કસ’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ ‘ગોલમાલ 5’ને લઇને પણ કેટલાક મહત્ત્વના ખુલાસા કર્યા છે.
ટ્રેલર લોન્ચ કરવાના અવસર પર રોહિત શેટ્ટીએ ફેન્સને 2 ગુડ ન્યૂઝ આપ્યા. એક તો રણવીર કપૂરની ફિલ્મ ‘સર્કસ’નું ટ્રેલર અને બીજું કન્ફર્મ કર્યું છે કે, રણવીર સિંહ ‘ગોલમાલ 5’માં નજરે પડવાનો છે. જોકે, આ સમાચાર સામે આવ્યા બાદ રણવીર સિંહના ફેન્સની ખુશીનું કોઇ ઠેકાણું રહ્યું નથી. તો વાત જો ડિરેક્ટર રોહિત શેટ્ટીની સર્કસની કરીએ તો આ મલ્ટી સ્ટાર ફિલ્મમાં રણવીર સિંહ અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે અને સાથે જ તેમાં દીપિકા પાદુકોણ પણ નજરે પડવાની છે.
પોતાની ફિલ્મ ‘સર્કસ’ના ટ્રેલર લોન્ચના કાર્યક્રમ દરમિયાન રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ ‘ગોલમાલ 5’ની સીરિઝ પર પણ ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે તે ‘ગોલમાલ 5’માં પણ રણવીર સિંહને કાસ્ટ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ સાથે ‘ગોલમાલ 5’ રોહિત શેટ્ટીની ચોથી ફિલ્મ હશે, જેમાં તેઓ સાથે કામ કરવાના છે. રણવીર સિંહ અને રોહિત શેટ્ટી મળીને જ્યારે કોઇ ફિલ્મ લાવે છે તો આ ફિલ્મ પડદા પર ધમાલ મચાવી દે છે અને બંનેએ જ પહેલી વખત ફિલ્મ ‘સિમ્બા’માં સાથે કામ કર્યું હતું.
રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘ગોલમાલ’ના અત્યાર સુધીના બધા ભાગોને દર્શકોને દિલથી સ્વીકાર્યા છે. અત્યાર સુધી આવેલી ફિલ્મોના બધા ભાગમાં અજય દેવગન ‘ગોપાલ’ની ભૂમિકામાં નજરે પડ્યો છે, પરંતુ હવે રણવીર સિંહ ફિલ્મનો હિસ્સો હોવાની વાત સામે આવી છે તો શું ફિલ્મની સ્ટાર કસ્ટમાં કેટલાક બદલાવ કરવામાં આવશે? જોકે, રોહિત શેટ્ટીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આગામી ફિલ્મમાં રણવીર સિંહ કેમિયો કરવાનો છે અને ખેર હવે જોવાનું એ રહેશે કે ‘ગોલમાલ 5’માં કયા કયા એક્ટરોને સામેલ કરવામાં આવે છે અને શું શું બદલાવ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.