રોહિત શર્માની ફિટનેસ અંગે જાણવાનો ક્રિકેટ ચાહકોને અધિકાર છેઃ સુનિલ ગાવાસકર

ઓસ્ટ્રેલિયા જનારી ટીમ ઈન્ડિયમાંથી વાઈસ કેપ્ટન રોહિત શર્માની બાદબાકીથી ક્રિકેટ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યુ છે.કિક્રેટ જગતના દિગ્ગજ બેટસમેન ગણાતા પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે પણ બોર્ડના નિર્ણય સામે સવાલ કર્યો છે.

ગાવાસકરે કહ્યુ હતુ કે, રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઈન્જરી થઈ છે તો તે અંગે બોર્ડે વધારે પારદર્શિતા દાખવવાનીજ રુર હતી.કારણકે ઓસ્ટ્રેલિયા સામેની ટીમની જાહેરાત થઈ એ પછી રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની નેટ પ્રેક્ટિસમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

ક્રિકેટ બોર્ડે ફિટનેસનુ કારણ આપીને રોહિત શર્માને ટી-20, વન ડે કે ટેસ્ટમાં સમાવ્યો નથી.બોર્ડે કહ્યુ હતુ કે, રોહિત શર્માની ઈજા પર નજર રાખવામાં આવી રહી છે.દરમિયાન ગાવાસકરે કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત પહેલા ટી-20, એ પછી વન ડે સિરિઝ અને એ પછી ટેસ્ટ સિરિઝ રમવાનુ છે.ટેસ્ટ મેચને દોઢ મહિનાનો સમય બાકી છે.જો રોહિત નેટ પ્રેક્ટિસ કરતો હોય તો મને નથી ખબર કે તેને કયા પ્રકારની ઈજા થઈ છે.બોર્ડે થોડી પારદર્શિતા અપનાવવી જોઈએ જેથી દરેકને સમજવામાં મદદ મળશે કે ખરેખર શું સ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બરથી ભારતનો પ્રવાસ શરુ થવાનો છે.એ પહેલા પસંદ થયેલા ખેલાડીઓ આઈપીએલ પૂરી થયા બાદ દુબઈથી બારોબાર ઓસ્ટ્રેલિયા રવાના થવાના છે.ઉલ્લેખનીય છે કે, મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત છે.આમ છતા તેનો સમાવેશ ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.