પીએમ મોદીની તરફથી જન ઔષધિ કેન્દ્ર યોજના શરૂ કરાઈ છે. જેનો લાભ તમે લઈ શકો છો. આ યોજના શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તમને 7 લાખ રૂપિયાની મદદ કરે છે. પીએમ મોદીએ ગયા મહિને જ દેશના 7500મું જન ઔષધિ કેન્દ્ર સમર્પિત કર્યું છે. તેઓએ કહ્યું કે સરકારનું લક્ષ્ય દર વર્ષે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા 10 હજાર સુધી પહોંચાડવાનું છે. સાડા 8 મહિનામાં સરકાર 2500 જન ઔષધિ કેન્દ્ર ખોલવાની છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2015માં તેને શરૂ કરી. આ સ્કીમથી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રેરિત કરાય છે. તેના નિયમોમાં પહેલાથી થઓડા ફેરફાર કરાયા છે. આ માટે સરકાર તમને 5-7 લાખ રૂપિયાની મદદ કરે છે. જો તમે મહિલા છો અને નિઃશક્ત છો કે પછી અનુસૂચિત જાતિ કે જનજાતિની કેટેગરીમાં છો તો કેન્દ્ર તમને 7 લાખની મદદ આપે છે.
જરૂરી નથી કે લોકોને કોરોના હોય જ, બદલાતી સીઝનમાં તે સીઝનલ ફ્લૂ હોઈ શકે છે. આ બીમારીની સારવારમાં અનેક જેનરિક દવાઓ આવે છે જે જન ઔષધિ કેન્દ્ર પરથી મળી રહે છે.
જન ઔષધિ કેન્દ્રની કમાણીની વાત કરીએ તો અહીં દવાના વેચાણ પર 20 ટકાનું કમિશન મળે છે. આ સિવાય દર મહિને થનારા વેચાણ પર 15 ટકાનું ઇન્સેન્ટિવ મળે છે. બંને મળીને જે રકમ બચશે તે તમારી કમાણીહશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.