જો તમે પણ રોજ ઈંડા ખાવાની આદત રાખો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. ઝેજિયાંગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર્સ અને રિસર્ચ પેપરના ઓથર યુ ઝાંગે કહ્યું કે ઈંડાના સેવન અને તેનાથી શરીર પર થતા પ્રભાવની કેટલીક વિપરિત અસર થઈ શકે છે.
રોજ ઈંડા ખાનારા લોકોને મોતનો ચાન્સ 14 ટકા વધારે રહે છે. જો તમે પણ શોખથી ઈંડાખાઓ છો કે શરીરમાં પ્રોટીન વધારવા માટે ઈંડા ખાઓ છો તો તમારે સાવધાન થવાની જરૂર છે.
પણ જો તમે તેનો પીળો ભાગ નથી ખાતા તો તે તમારા માટે ફાયદો કરી શકે છે.
ઝેજિયાંગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર્સ અને રિસર્ચ પેપરના ઓથર યુ ઝાંગે કહ્યું કે આ રિસર્ચમાં ઈંડાનું સેવન અને તેના શરીર પર થતા પ્રભાવ પર નજર રાખવામાં આવી હતી.
ઈંડાના સપ્લીમેન્ટ્સ લો
વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યુ કે ઈંડાનો સફેદ ભાગ ખાનારા લોકોનું શરીર સારું હતું. વૈજ્ઞાનિકોએ ઈંડાના પીળા ભાગને ડાયટમાં સામેલ ન કરતા તેના સપ્લીમેન્ટ્સને સામેલ કરવા કહ્યું છે.
નવા રિસર્ચ જે અનેક સમયથી ચાલી રહ્યા છે તેના ચૌકાવનારા પરિણામ આવ્યા છે. જો તમે તેનો પીળો ભાગખાઓ છો તો તમારા મોતનો ખતરો 14 ટકા વધી જાય છે. એટલે કે ફક્ત અડધું ઈંડું તમારા મરવાના ચાન્સને 7 ટકા વધારી શકે છે.
રિસર્ચર્સે તેની પર 16 વર્ષ સુધી નજર રાખી અને હવે આ રીઝલ્ટ સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.