મોદીસરકારમાં રોજગારીમાં ધરખમ ઘટાડો, 7 વર્ષમાં છીનવાઈ 90 લાખ નોકરીઓ

રાષ્ટ્રીય સાંખ્યિકીય સંગઠન (NSO)ના હાલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 4 છમાહી દરમિયાન કૃષિ ક્ષેત્રના રોજગારમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો પુરુષો અને મહિલાઓ, બંનેના રોજગારમાં જોવા મળ્યો છે. પુરુષોમાં રોજગાર દર એપ્રિલ-જુન 2018 દરમિયાન 5.1 હતો જે જાન્યુઆરી-માર્ચ 2019ના ત્રણ મહિનામાં ઘટીને 4.9 રહી ગયો.

મહિલાઓના રોજગારમાં થોડો વધારો નોંધાયો છે. એપ્રિલ-જુન 2018 દરમિયાન તે 6.7 રહ્યો હતો, જે જાન્યુઆરી-માર્ચ 2019 દરમિયાન 6.9 થઈ ગયો હતો. જુલાએઈ-સપ્ટેમ્બર 2018માં તે 8.1 હતો, તે પ્રમાણે જોઈએ તો આ મોટો ઘટાડો છે. આ ઉપરાંત, ખનન, ઉત્પાદન અને વિનિર્માણ વગેરે દ્વિતીયક ક્ષેત્રોમાં પણ ઘટાડો નોંધાયો છે. પુરુષો માટે એપ્રિલ-જુન 2018ના ત્રણ મહિના દરમિયાન તે 35.6 નોંધાયો હતો, જે જાન્યુઆરી-માર્ચ 2019 દરમિયાન ઘટીને 35.1 રહી ગયો.

આ ક્ષેત્રોમાં મહિલાઓ માટે આ પેટર્ન જોવા મળી, પરંતુ મહિલાઓના રોજગારમાં વધુ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-જુન 2018ના ત્રણ મહિના દરમિયાન તે 29.1 હતો જે જાન્યુઆરી-માર્ચ 2019ના ત્રણ મહિના દરમિયાન ઘટીને 28.1 રહી ગયો. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા એક અધ્યયનમાં પણ આ પ્રકારની વાત સામે આવી છે.

ગત મહિને પ્રકાશિત આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, 2011-12થી લઈને 2017-18ની વચ્ચે 90 લાખ નોકરીઓ છીનવાઈ ગઈ. દેશમાં આવું પહેલીવાર છે, જ્યારે રોજગારમાં આટલો મોટો ઘટાડો આવ્યો હોય. આ ઘટાડો એટલા માટે છે, કારણ કે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીઓ ઓછી થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.