3994 દર્દીઓના મોત થયા….રોજના મામલામાં આવ્યો છે ઘટાડો

દેશમાં કોરોનાથી થઈ રહેલી મોતની સંખ્યા નથી ઘટી રહી. ભલે કોરના સંક્રમણના મામલામાં ઘટાડો આવી રહ્યો હોય પરંતુ મૃત્યુદર ઉંચો છે.

જો કે ગત 7 દિવસના આંકડા જણાવે છે કે રોજના મામલામાં ઘટાડો આવ્યો છે. શનિવારે જ્યાં 3.91 લાખ કેસ નોંધાયા હતા. ત્યારે ગુરુવારે 3.43 લાખ કેસ સામે આવ્યા છે. પરંતુ રોજના થઈ રહેલી મોતની સંખ્યા ઉચ્ચ દર પર બનેલી છે. સાત દિવસમાં સરેરાશ રોજના લગભગ 4 હજાર મોતનો છે.

જ્યારે 5 મેના રોજ આ 50, 112 સુધી પહોંચી ગયા હતા. આ અંતર્ગત દિલ્હીમાં 10, 489, ઉત્તર પ્રદેશમાં 17, 775, છત્તીસગઢમાં 9, 121, મધ્ય પ્રદેશમાં 8419 બિહારમાં 7752 અને તેલંગાનામાં 4693 મામલા નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડના 42,582  નવા મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણના 850 અને લોકોના મોત થયા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે નવા મામલા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા  52,69,293 થઈ ગઈ. જ્યારે મૃતકોની સંખ્યા 78, 857 પર પહોંચી. બુધવારે રાજ્યમાં સંક્રમણના 46,781 મામલા સામે આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.