લક્ષ્મી ઓર્ગેનિકના શેરને લઈને રોકાણકારોમાં ખૂબ જોશ જોવા મળી રહ્યો છે. આ આઈપીઓ માટે લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે, જે આઈપીઓ સંબંધિત અલૉકેશન અને રિફંડનું કામ જોઈ રહી છે.
લક્ષ્મી ઓર્ગેનિકના શેરની ફાળવળી 22મી તારીખના રોજ એટલે કે આજે થવાની સંભાવના છે. જે બાદમાં 25 માર્ચના રોજ કંપનીના શેરની લિસ્ટિંગ થશે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા શેર અનામત રખાયા હતા.
–સૌથી પહેલા રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લો.
—વેબસાઇટ ખોલ્યા બાદ તેમાં IPO (લક્ષ્મી ઓર્ગેનિક) પસંદ કરો.
— જો તમે એપ્લિકેશન નંબર પસંદ કરો છો તો તમારે NON-ASBA અથવા ASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો. DPID/ ક્લાઇન્ટ ID પસંદ કરવાના કેસમાં NSDL/CDSL પસંદદ કરો અને DPID અને ક્લાઇન્ટ ID દાખલ કરે. PAN કાર્ડના કેસમાં ફક્ત પાન કાર્ડ દાખલ કરો.
— જે બાદમાં આપેલો કેપ્ચા દાખલ કરો. સબમિટ બટન દબાવતા જ તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં તેની માહિતી દેખાશે.
ગ્રે માર્કેટમાં લક્ષ્મી ઓર્ગેનિકનો શેર 63 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપની લક્ષ્મી ઑર્ગેનિકની શરૂઆત 1992માં થઈ હતી. કંપની એસિટલડિહાઈડ (acetaldehyde) અને એસિટિક એસિડ (acetic acid) બનાવે છે. જે ભારતમાં acetaldehydeનું ઉત્પાદ કરતી સૌથી મોટી કંપની છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.