આ ખેલાડી ટોપ 10માં આવવાથી માત્ર 1 ગોલ દૂર,રોનાલ્ડો કરતા થોડા ગોલ પાછળ

સુનીલ છેત્રીએ 79મી મિનીટમાં ગોલ કરીને ટીમના ખાતામાં ગોલ નાંખ્યો હચો અને સાથે જ ટીમની જીત પણ નિશ્ચિત કરી દીધી હતી. આ સાથે જ 36 વર્ષીય સ્ટ્રાઇકરે ઇન્ટરનેશનલ સ્તર પર પોતાના ગોલની સંખ્યા 74 કરી લીધી છે.

આ સાથે જ છેત્રી 11મા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10માં આવવા માટે તેને હવે માત્ર 1 જ ગોલ કરવાનો રહેશે.

ભારતને આ પહેલા 3 જૂનના રોજ એશિયા ચેમ્પિયન કતર વિરુદ્ધ 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશને ભારતે 2-0થી હરાવી દીધુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.