ભારતીય ઓટોમોબાઇલ સતત મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેથી, વાહન નિર્માતા કંપનીઓ વેચાણ વધારવા અને ગ્રાહકોને આકર્ષવા પોતાનાં વાહનોનાં સસ્તાં મોડલ રજૂ કરી રહી છે. એવામાં ક્લાસિક બાઇક કંપની રોયલ એન્ફિલ્ડ પણ પોતાના ગ્રાહકો માટે ખૂબ જ સસ્તી કિંમતમાં નવી બાઇક લગાવવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, આ કંપની Thunderbird 350નું સૌથી સસ્તું વેરિઅન્ટ લાવવા જઈ રહી છે.
થોડા સમય પહેલાં જ રોયલ એન્ફિલ્ડે માર્કેટમાં તેની સૌથી સસ્તી બાઇક તરીકે Bullet X 350 લોન્ચ કરી હતી, જેની કિંમત કંપનીએ લગભગ 1.12 લાખ રૂપિયા રાખી છે. ત્યારબાદ કંપનીએ તેનું સૌથી વધુ વેચાનાર મોડલ ક્લાસિકનું સસ્તું વેરિઅન્ટ Classic 350 S લોન્ચ કર્યું હતું. હવે જાણવા મળ્યું છે કે, કંપની ક્રુઝર સેગમેન્ટની બાઇક Thunderbird 350નું સૌથી સસ્તું વેરિઅન્ટ લાવવા જઈ રહી છે.
કંપની થંડરબર્ડનાં આ વેરિઅન્ટમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરશે. મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આ બાઇક કંપની નવી પેઇન્ટ સ્કીમ સાથે માર્કેટમાં લોન્ચ કરાશે. આ ઉપરાંત, તેમાં આપવામાં આવેલું ક્રોમ ફિનિશ પણ ઓછું કરવામાં આવશે જેથી તેની કિંમત ઓછામાં ઓછી રાખી શકાય.
આ બાઇકમાં બ્લેક આઉટ વ્હીલ બોલ, બ્લિંકર માઉન્ટ અને એન્જિન કવર બ્લેક થીમથી સજાવવામાં આવશે. આ ઉપરાંત, તેમાં સિંગલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) અને પાછળનાં વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવશે. વર્તમાન Thunderbird 350 મોડલની કિંમત 1.56 લાખ રૂપિયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવાં સસ્તાં વેરિઅન્ટની કિંમત આશરે 10,000 રૂપિયા સુધી ઘટશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.