ગુજરાતના (GUJARAT) કૃષિ મંત્રી (MINISTER OF AGRICULTURE) રાઘવજી પટેલે (RAGHAVJI PATEL) આજે સૌરાષ્ટ્રના (SAURASHTRA) ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ (HEAVY RAIN) માટેનું રાહત પેકેજ (RELIEF PACKAGE) જમા કરાવવાનું શરૂ કર્યાની જાહેરાત આજે પત્રકાર પરિષદમાં (PRESS CONFERENCE) કરી હતી..તેમણે કહ્યું હતું કે , સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકશાન (CROP LOSS) માટે જાહેર કરેલા રાહત પેકેજનું અમલીકરણ થઈ રહ્યું છે.
155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતમાં અપાઈ ચૂકયાં છે. ખેડૂતોની આવક ડબલ કરવાનું પીએમનું સપનું : રાધવજી પટેલ. સાથોસાથ કહ્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ બજારમાં ઊંચા ભાવ મળી રહ્યા છે. તેમ અમારા માટે ખુશીની વાત છે. કારણ કે એક કૃષિ મંત્રી તરીકે ખેડૂતોને સારા ભાવ મળે તેનાથી વધુ શું હોઈ શકે.
તેમણે ખાસ કહ્યું કે ખેડૂતોની આવક ડબલ કરવાનું પીએમ મોદીનું સપનું છે. ખરીદીમાં કોઈ ગેરરીતી થશે તો પાસા હેઠળ કાર્યવાહી થશે.ગુજરાતમાં ખાતરની અછત હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે કૃષિમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે રાજયમાં ખાતરની કોઈ જ અછત નથી અને જો કોઈ ખાતરની કાળાબજારી કરે છે તો 7 વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.