સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાંથી જે કોઈ વાહનો ઉઠાવાના હોય નિયમ મુજબ સૌ પ્રથમ આ વાહનોની વીડીયોગ્રાફી કરવાની હોઈ છે અને એટલે કોઈપણ વાહન માલિક નો પાર્કિંગ અંગે અથવા વાહનમાં થયેલ નુકશાન અંગે કોઈપણ ફરિયાદ હોઈ તો આ વિડીઓમાંથી ખાતરી કરી શકે છે. પણ જયારે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવતા વાહનોની વિડીઓ / ફોટો ઉતારવામાં નહીં આવેલ હોઈ ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની શકે છે અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવસારીના એક વ્યક્તિની બાઈક ગત વર્ષ તા-02-02- 2021ના રોજ ભાગળ વિસ્તારમાંથી નો પાર્કિંગ ઝોનમાંથી ટોઇંગ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકે/ બાઈક ચાલકે પટેલ વાડી ગોડાઉનમાંથી 650 રૂપિયા માંડવાળ ફી ભરી બાઈક છોડાવી હતી.
ત્યારબાદ બાઈક ચાલકે તા-03-02-2021ના રોજ એક RTI કરીને પોતાની બાઈક નો પાર્કિંગમાં હતી કે નહીં તેના CCTV ફૂટેજ અને ફોટોગ્રાફની માંગણી કરી હતી અને ટ્રાફિક શાખાના જાહેર માહિતી અધિકારીએ 3 વાગ્યા સુધીનું જ CCTV ફૂટેજ યુવકને આપેલ હતું અને અરજદારની બાઈક 4:30 વાગ્યે ટોઇંગ કરેલ હતી જેનો કોઈ ફોટો પણ આપેલ ન હતો તેથી અરજદારે પ્રથમ અપીલ અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિકને અપીલ કરીને ખૂટતી માહિતી માંગી હતી અને તા 20-04-2021ના રોજ અપીલ અધિકારી એ 02-02-2021નું બપોરે 3 થી 5નું CCTV રેકોર્ડિંગ અને અરજદારની બાઈક નો પાર્કિંગમાં હતી તેના ફોટો આપવા હુકમ કરેલ હતો તા 1-7-21ના રોજ અધિકારીએ 3 થી 5નું રેકોર્ડિંગ ટેકનીકલ કારણોસર રેકોર્ડ થયેલ નથી અને મજુરનો મોબાઈલ પડી ગયેલ હોવાથી ફોટો પણ મળી શકે તેમ નથી એવો જવાબ આપેલ હતો.
પ્રથમ અપીલ પછી પણ કોઈ માહિતી નહીં મળતા અરજદારે માહિતી આયોગમાં બીજી અપીલ કરવાની ફરજ પડેલ હતી અને અરજદાર દ્વારા આયોગમાં અપીલ કરતા જ જા.માં.અધિકારી, ટ્રાફિક શાખા દ્વારા યુવક પાસેથી વસુલ કરવામાં આવેલ રૂ.650/- પરત આપવાની મંજૂરી માંગવામાં આવેલ હતી.અને આયોગના સુનાવણીના દિવસ સુધી અરજદારને તેમના પૈસા પાછા મળ્યા કે કેમ તે બાબતનો ખુલાસો પણ ટ્રાફિક ખાતા દ્વારા કરી શકશે નહીં. તા.04-01-2022ના રોજ રાજ્ય માહિતી આયોગમાં આ અંગે સુનાવણી યોજાઈ હતી તેમાં પણ જા. માં.અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીએ ઊપર મુજબનો જ જવાબ આયોગને આપવામાં આવેલ હતો.
ગુજરાત માહિતી આયોગ દ્વારા પોતાના ચુકાદામાં 3 થી 5નું CCTV રેકોર્ડિંગ થયેલ ન હોય અને મજુરનો મોબાઈલ પડી ગયેલ હોય તેના કારણો સહિતની માહિતી અરજદારને સોગંદનામાંમાં રજૂ કરવા જણાવતા ટ્રાફિક પોલીસ ખાતાની ઉંઘ ઉડી ગઇ હતી અને આ સોગંદનામું આયોગમાં કરવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા અરજદાર પાસેથી વસુલવામાં આવેલ રૂ. 650/- તા 11-02-2022ના રોજ સુરત ટ્રાફિક પોલિસના ટોઇંગ ક્રેન સંચાલક દ્વારા ટ્રાફિક પોલીસના DCPના હુકમથી અરજદારને તેના ખાતામાં રૂ.650 પરત આપવામાં આવેલ છ. જે કિસ્સો કદાચ વસુલ કરવામાં આવેલ રૂપિયા પરત આપવાનો પ્રથમ કિસ્સો હોય તેવું લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.