રસીની અછતને કારણે ભારત સરકારે લીધો યુ ટર્ન,બન્ને કંપનીઓની પાસે પહેલાથી ફુલ છે ઓર્ડર

એપ્રિલમાં કોરોનાની બીજી લહેર ભારતમાં ફરી વળી તો રસીની અછતને કારણે ભારત સરકારે યુ ટર્ન લીધો.

13 એપ્રિલે સરકારે જાહેરાત કરી કે જે રસીને અમેરિકા યુકે, ઈયૂ, જાપાન અને ડબ્લ્યૂએચઓે મંજૂરી આપી ચૂકી છે તે ભારતમાં બીજા કે ત્રીજા ટ્રાયલ માટે બંધાયેલા નથી. સરકારની જાહેરાત લગભગ દોઢ મહિના પહેલા થઈ પરંતુ હજું સુધી ફાઈઝર અને મોર્ડના જેવી કોઈ વિદેશી રસી કંપની સાથે ભારતના કરાર નથી થયા.  3 મેથી 24 મેની વચ્ચે ભારતમાં કોરોનાથી 1, 49, 017 મોત થયા. રસીની અછતથી દેશભરમાં રસીકરણની સ્પીડ ધીમી થઈ છે કાં બંધ કરવી પડી છે. ત્યારે એવુ નથી લાગતુ કે ફાઈઝર અથવા મોર્ડનાની રસીજ જલ્દીથી મળે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આના વાર હામી ભરી કે જોઈન્ટ સેક્રેટ્રી લવ અગ્રવાલે કહ્યુ કે ફાઈઝર હોય કે મોર્ડના અમે કેન્દ્રના સ્તર પર વાતચીત કરી રહ્યા છીએ. બન્ને કંપનીઓની પાસે પહેલાથી ઓર્ડર ફુલ છે. આ તેમના સરપ્લસ પર નિર્ભર કરે છે કે તે ભારતને કેવી રીતે રસીનો સપ્લાય કરશે.

અમેરિકા–  ગત વર્ષ જૂનમાં અમેરિકાએ શરુઆતમાં 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. આ સાથએ 50 કરોડ ડોઝ વધારે જોડ્યા હતા

યુરોપીયન યૂનિયન-  તમામ કરારોને મેળવતા ફાઈઝર યૂરોપીય યૂનિયનને 240 કરોડની આસપાસ રસીના ડોઝ આપશે.

આ ઉપરાંત બ્રિટને 70 લાખ, જાપાને 5 કરોડ, કેનેડાએ 4 કરોડ 40 લાખ, સાઉથ કોરિયાએ 4 કરોડ અને ઓસ્ટ્રેલિયાએ અઢી કરોડ રસીના ઓર્ડર આપ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.