કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલની જન્મ જયંતિ પર નિવેદન આપતા કહ્યુ હતુ કે, સરદાર આરએસએસના વિરોધમાં હતા અને આજે ભાજપના નેતાઓ તેમને શ્રધ્ધાંજલિ આપે છે તે જોઈને બહુ ખુશી થાય છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, સરદાર પટેલ કોંગ્રેસના નિષ્ઠાવાનન નેતા હતા જે કોંગ્રેસની વિચારધારા પ્રતિ સમર્પિત હતા.તેઓ જવાહરલાલ નેહરુની નિકટના સાથી હતા અને આરએસએસના વિરોધમાં હતા.આજે ભાજપ દ્વારા સરદાર પટેલને અપનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે જોઈને ખુશી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.