આરટીપીસીઆરમાં આવે છે નેગેટીવ,ડૉ. ગુલેરિયાએ આપ્યુ નિવેદન

ગુલેરિયાએ કહ્યું કે જો તમને કોઇ પ્રકારનો સંદેહ છે તો સૌથી પહેલા ચેસ્ટ એક્સરે કરાવો અને ડૉક્ટરની સલાહ લીધા બાદ જ  સીટી સ્કેન કરાવવો.

ગુલેરિયાએ નિવેદનને ભ્રામક જણાવતા કહ્યું કે, એવી સ્થિતિમાં 30-40 વર્ષ પહેલા હતી. આધુનિક સિટીસ્કેન્સમાં અલ્ટ્રા લો ડોઝ સીટીનો ઉપયોગ થાય છે. જે  માત્ર 5થી 19 એક્સ રે બરાબર હોય છે.

તેણે કહ્યું કે સિટી ચેસ્ટ સ્કેન દરમિયાન કોઇ વ્યક્તિને તેટલુ રેડિએશન મળે છે કે જેટલુ એક વર્ષમાં કોઇ વ્યક્તિ અલગ અલગ રેડિએશનના સંપર્કમાં આવે તેનાથી થાય છે.

વિશાખાપટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી. વિનય ચંદે કહ્યું કે સીસીએમબીમાં આ સમયે તપાસ થઇ રહી છે. ક્યો વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે તે સાઇન્ટિસ્ટ જ કહી શકશે પરંતુ આ વાત પણ સત્ય છે કે તે નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે.

જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.