આરટી-PCR નામે લેબ-હોસ્પિટલોની ઊઘાડી લૂંટ, ખર્ચ માત્ર રૂ. 200, લોકો પાસે રૂ. 4,500 વસૂલાય છે

– આરટી-પીસીઆરના નામે લેબ-હોસ્પિટલોની ઊઘાડી લૂંટ

– આરટી-પીસીઆર માટે વસૂલાયેલા ‘વધુ’ નાણાં પરત મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી

દેશમાં કોરોનાની તપાસ માટે હાથ ધરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટ માટે ખાનગી લેબ અને હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવેલા ‘વધુ’ નાણાં પરત મેળવવા માટે કેન્દ્રને નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટમાં શનિવારે એક અરજી કરાઈ છે.

ભાજપના નેતા અને વકીલ અજય અગ્રવાલે સુપ્રીમમાં તેમની પેન્ડિંગ પીઆઈએલમાં નાણાં પરત મેળવવા અંગે વચગાળાની અરજી દાખલ કરી છે. અગ્રવાલે અગાઉ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમર્સ ચેઈન રિએક્શન (આરટી-પીસીઆર) ટેસ્ટ માટે ઓડિશાએ લીધેલાં પગલાં મુજબ સમગ્ર ભારતમાં રૂ. 400નો એક સમાન દર નક્કી કરવા માટે સુપ્રીમમાં પીઆઈએલ કરી હતી, જે પેન્ડિંગ છે.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને ન્યાયાધીશો એ. એસ. બોપન્ના તથા વી. રામસુબ્રમણ્યનની બેન્ચે 24મી નવેમ્બરે અગ્રવાલની અરજી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માગ્યો હતો.

નવી અરજીમાં અગ્રવાલે જણાવ્યું છે કે હોસ્પિટલો અને ખાનગી લેબોરેટરીસે આરટી-પીસીઆર ટેસ્ટ માટે લોકો પાસેથી રૂ. 4,500 વસૂલ્યા હતા ત્યારે ટેસ્ટિંગ કિટ સહિત તેનો વાસ્તવિક ખર્ચ રૂ. 800થી રૂ. 1,200 હતો. આજે આ કુલ ખર્ચ ઘટીને માત્ર રૂ. 200 થઈ ગયો છે ત્યારે પણ વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો અને લેબોરેટરીઝ લોકો પાસેથી ‘આૃધધ… નાણાં’ વસૂલી રહી છે.

અગ્રવાલે અરજીમાં જણાવ્યું છે કે, ભારતમા ંકરોડો લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને લૉકડાઉન દરમિયાન દેશનો જીડીપી ઘટીને માઈનસ 23.09 થઈ ગયો છે તેવા સમયમાં દેશના ગરીબ અને નિર્દોષ લોકો પાસેથી અસાધારણ રીતે ઊંચા દરે ટેસ્ટ માટે રૂપિયા વસૂલવા માત્ર અવાસ્તવિક અને તર્કહીન જ નહીં પરંતુ આઘાતપૂર્ણ છે. લોકોને આ નાણાં તાત્કાલિક પરત કરવા જોઈએ.

લોકો પાસેથી વસૂલવામાં આવેલા ‘વધુ’ નાણાં ખંડણીથી વિશેષ કશું નથી. વધુમાં આ માટે જવાબદાર લોકોને દંડ થવો જોઈએ. અરજીમાં જણાવાયું હતું કે, ઓડિશાએ બધા જ પાસાઓની તપાસ અને વિશ્લેષણ કર્યા પછી આરટી-પીસીઆર ટેસ્ટ માટે મહત્તમ દર રૂ. 400 ફિક્સ કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.