RTIમાં ધડાકો: વિજય માલ્યા, મેહુલ ચોક્સી સહીતની 68000 કરોડથી વધુની લોન માફ

મેહુલ ચોક્સી અને વિજય માલ્યાની કંપનીઓ સહિત જાણી જોઈને બેંકનું લેણું ચુકવ્યું નહીં તેવી ટોચની 50 કંપનીના દેવા માફ કર્યા છે.આરબીઆઇના જવાબ અનુસાર કરજની68,607 કરોડ રૂપિયાની  આ રકમ 30 સપ્ટેમ્બર 2019 ના આધાર પર છે જેને રાઇટ ઓફ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક આરટીઆઇમાં આ જવાબ રજૂ કર્યો છે.

હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સે રિઝર્વ બેંકની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જેણે બેંકોની 5,492 કરોડ રૂપિયાની લોન ભરપાઈ કરી નથી. આ પછી આરઆઈએ એગ્રોની સંખ્યા છે જેમાં રૂ.4,314 કરોડ બાકી છે. ત્રીજો નંબર વિન્સેન્ટ ડાયમંડ છે. જે બેંકોને 4,076 કરોડ રૂપિયાની બાકી ચૂકવણી કરી નથી.

આરટીઆઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રૂટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂ 2,850 કરોડ એડવાન્સ આપવામાં આવી હતી.જે લેણાંના ખાતામાં નાખી દેવામાં આવ્યા છે. આ સિવાય કુડોઝ કમિ લિમિટેડ રૂ. 2,326 કરોડ, રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે હવે રામદેવની પતંજલિની માલિકીની છે, રૂ. 2,212 કરોડ અને ઝૂમ ડેવલપર્સ 2,012 કરોડનું દેવું ધરાવતી કંપનીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.