દેશભરમાં ૪૦૧ કંપનીઓએ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીના પાંચ વર્ષમાં SBIને રુ. ૨૪,૪૬૮.૮૬ કરોડનો ચુનો લગાડયો છે. જેમાં, ગુજરાતની ૫૦ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની આ કંપનીઓ SBIના રુ. ૨૯૪૬. ૧૨ કરોડ ઓહિયા કરી ગયા છે.
અમદાવાદના વકીલ નિપુણ સિંઘવીએ SBIમાં કરેલી એક RTIમાં આ સમગ્ર માહિતી બહાર આવી છે. આ ૪૦૧ કંપનીઓમાં મુંબઈની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સૌથી વધુ રુ. ૧૬૨૩.૯૮ કરોડ, બેંગલુરુની કિંગફિશર એરલાઈન્સ લિમિટેડે રુ. ૧૨૦૧.૪૦ કરોડ, કટકની કોસ્ટલ પ્રોજેક્ટ્સ લિમિટેડે રુ. ૯૮૧.૩૮ કરોડ, ગ્વાલિયરની કે. સોઈલ્સ લિમિટેડે રુ. ૭૮૩.૯૧ કરોડ, દિલ્હીની ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ રુ. ૫૭૪,૨૩ કરોડ ચાઉં કરી ગયા છે. ગુજરાતની કંપનીઓની વાત કરીએ તો, ૫૦ કંપનીઓએ SBIને લૂંટવામાં કંઈ બાકી રાખી રાખ્યું નથી.
આ કંપનીઓએ બેંક પાસેથી નાણાં તો લીધા, પરંતુ તેને પરત કરવામાં કે પછી બેંક તેમની પાસેથી જનતાના નાણા વસુલવામાં નિષ્ફળ રહી છે. જો કે, અમદાવાદના વકીલની જાગૃતતાના લીધે, આ સમગ્ર માહિતી બહાર આવી છે. શરુઆતની પછડાટ બાદ પણ, અથાગ પ્રયત્નો થકી, SBIના વિલફુલ ડિફોલ્ટર્સની યાદી મેળવવાની બાબતમાં સફળતાં મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.