રૂબિના દિલૈકએ જીતુ લીધું પ્રશંસકોનું દિલ, બની BIGG BOSS 14ની વિનર

ટીવીના સૌથી જાણીતા રિયલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)નું ટાઇટલ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ જીતી લીધું છે.

અંતે રૂબિના દિલૈકના પ્રશંસકોએ તેને વિનબ બનાવી જ દીધી. નોંધનીય છે કે, શરુઆતથી જ રૂબીનાનું ફેન ફોલોઇંગ ઘણું વધારે જોવા મળી રહ્યું હતું. રૂબીના હંમેશા ટ્વીટર પર ટ્રેન્ડીંગમાં પણ રહેતી હતી.

ફિનાલેમાં સૌથી પહેલા શોથી રાખી સાવંત 14 લાખ રૂપિયા લઈને શોથી બહાર થઈ ગઈ. એલી ગોની અને નિક્કી તંબોલો બાદમાં શોથી બહાર થયા. અંતમાં રાહુલ વૈદ્ય બીજા નંબર પર રહ્યો.

નોંધનીય છે કે, બિગ બોસ 14માં રૂબીના દિલૈકે પતિ અભિનવ શુક્લની સાથે એન્ટ્રી કરી હતી અને તે તેનો સૌથી મોટો સપોર્ટ હતો. આ ઉપરાંત અભિનવનો સાથ રુબીનાને અંતિમ સમય સુધી મળ્યો, કારણ કે ફિનાલેના થોડા એપિસોડ પહેલા જ અભિનવ ઘરથી બહાર થયો હતો.

અક તરફ જ્યાં કોન્ટેસ્ટન્ટે પોતાના પર્ફોમન્સથી લોકોના દિલ જીત્યા તો બીજી તરફ નોરા ફતેહીની સાથે ગરમી ગીત પર સલમાન ખાનના ડાન્ે ફિનાલે વધુ એન્ટરટેઇનિંગ કરી દીધું.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની એન્ટ્રી. ધર્મેન્દ્રની સાથે મળી સલમાને ખૂબ ધૂમ મચાવી. શો પર ફિલ્મ ‘શોલે’ના સીનને રીક્રિએટ કરવામાં આવ્યો જ્યાં સલમાને ગબ્બર તો રાખી સાવંતે બસંતીનું પાત્ર ભજવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.