ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈકને, બિગ બોસ 14ની ટ્રોફી જીતવાની, માનવામાં આવે છે, સૌથી દમદાર સ્પર્ધક

ફેમિલી વીકમાં રુબીના ને મળવાં તેની બહેન જ્યોતિ પહોંચી હતી. અને સલમાન ખાન એ તેની સામે જ રુબીનાને ઘણું ખરુ ખોટુ સંભળાવ્યું હતું

ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈક (Rubina Dilaik)ને બિગ બોસ 14ની ટ્રોફી જીતવાની સૌથી દમદાર સ્પર્ધક માનવામાં આવે છે. શોમાં શરૂઆતથી જ રુબીના ખુલીને પોતાનો પક્ષ રાખતી નજર આવી છે. હાલમાં જ રાખી સાવંતની સાથે રુબીના દિલૈકની ખુબજ મોટી બહસબાજી થઇ હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઇ કે, રુબીનાએ પાણી ભરેલી ડોલ રાખીની ઉપર ઉલારી દીધી. જે માટે રાકી સાવંત અને રુબીના દિલૈકની ક્લાસ લગાવી હતી.

સલમાન ખાન અભિનવ શુક્લાને કહે છે કે, ‘તુ એક સાયન્ટિસ્ટ માણસ છે, તુ મને કહે ઠરકી આદમી છે, ઔરત નીચ છે જલીલ છે, ગંદી છે, ઘટિયા છે. મને કહે વધારે ગંદુ શું છે.. જે રાખીએ કહ્યું તે કે પછી જે તારી પત્નીએ કહ્યું એ..’ જેનાં જવાબમાં રુબીનાએ કહેલી વાતને અભિનવે ખોટી ગણાવી હતી.

જેનાં જવામાં જ્યોતિકા કહે છે કે, ‘તેની નજરે આપ જોતા તો આપને તે એટલી ખોટી ન લાગતી’ તેનાં પર સલમાન કહે છે કે, રુબીના ખોટી જઇ રહી છે. અને છેલ્લાં ઘણાં સમયથી ખોટી જઇ રહી છે. આ સાંભળીને જ્યોતિકા અને રુબીના બંને જ ઘણાં ઇમોશનલ થઇ જાય છે. રુબીના સલમાનને કહે છે કે, ‘8 વર્ષ પહેલાં સુધી હું આવી હતી.

તો બીજી તરફ સોશિયલ મીડિયા પર રુબીનાની ક્લાસ લેવા પર ફરી સલમાન ખાન ટ્રોલર્સનાં નિશાને આવી ગયો છે. યૂઝર્સ સલમાન ખાનનાં વીડિયો પર કમેન્ટ કરતાં અને તેનાં વ્યવહાર પર નારાજગી જતાવતા નજર આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.